વિસનગરમાંથી મેડ ઇન જાપાનના માર્કાવાળી રીવોલ્વર સાથે શખ્સને ઝડપી પાડતી મહેસાણા એસઓજી 

August 13, 2023

વિસનગરના ડેરીયા તળાવ પાસે રહેતો શખ્સ પાસે ગેરકાયદેસર 32 બોરની જાપાની રીવોલ્વર મળી આવી

ઝડપાયેલા શખ્સે આ જાપાની રીવોલ્વર ઉનાવાના એક ઇસમ પાસેથી એક વર્ષ અગાઉ લીધી હતી

Sohan Thakor- મહેસાણા તા. 13- મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગીએ મહેસાણા જિલ્લામાં ફૂલતી ફાલતી ગુનાહિત પ્રવૃતિઓ પર અંકુશ લાદવા આપેલા કડક આદેશને પગલે મહેસાણા જિલ્લાની ગુનાશોધક શાખાઓની કામગીરી ખરા અર્થમાં સફળતા પૂર્ણ જોવા મળી રહી છે. રોજબરોજ જિલ્લા પોલીસની ગુનાશોધક શાખાઓ પ્રોહિબીશન, જુગાર, આર્મસ તથા વિવિધ કૌભાંડો આચરતાં તત્વોને જેલના સળિયા પાછળ ધકેલી દેવાની સટિક અને સચોટ કામગીરી કરતી જોવા મળી રહી છે.

ત્યારે મહેસાણા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પી.આઇ એ.યુ.રોઝના નેતૃત્વમાં પીએસઆઇ વી.એ.સિસોદીયા સહિતની ટીમ હયુમન સોર્સ તથા ટેકનિકલ એનાલીસીસ દ્વારા અનેક ગુનાહિત પ્રવૃતિઓ ડામી દેવામાં આવી રહી છે. જેમાં મહેસાણાએસઓજીની ટીમે વિસનગરના મસ્તાન ડેરીયા તળાવ પાસેથી રીવોલ્વર સાથે એક શખ્સને દબોચી લીધો હતો.

મહેસાણા એસઓજી પીઆઇ એ.યુ.રોઝના નેતૃત્વમાં મહેસાણા એસઓજી પીએસઆઇ વિ.એ.સિસોદીયા, એએસઆઇ મનોહરસિંહ, હેકો. હિતેન્દ્રસિંહ, જીતેન્દ્રકુમાર, દિગ્વિજયસિંહ, વિશ્વનાથસિંહ, ડુંગરસિંહ, તથા આશારામ સહિતનો સ્ટાફ આરોપીઓને પકડવાની કામગીરીમાં જોતરાયાં હતા. આ દરમિયાન પોકો. દિગ્વિજયસિંહ તથા વિશ્વનાથસિંહને મળેલી ખાનગી બાતમી મળી હતી કે વિસનગર મસ્તાનનગર ડેરીયા તળાવ પાસે રહેતો ફકીર શાબીરશા કાદરશા પોતાની પાસે  ગેરકાયદેસર રીવોલ્વર રાખે છે. જે બાતમીના આધારે મહેસાણા એસઓજીની ટીમ વિસનગર ખાતે ડેરીયા તળાવ પાસેના વિસ્તારમાં ફકીર શાબીરશાના ઘરે પહોંચી કોર્ડન કરી તેને ઝડપી લીધો હતો.

આરોપી પાસેથી મળેલી પર મેડ ઇન જાપાનનો માર્કાવાળી રીવોલ્વર ઉનાવાના શખ્સ પાસેથી એક વર્ષ અગાઉ ખરીદી હતી  

વિસનગરના ફકીર સાબિરશા પાસેથી મળેલી રીવોલ્વર 7 ઇંચની લંબાઇ વાળી છે. તેમજ પબ્લીક પેટર્ન 32 બોર રીવોલ્વર સાત રાઉન્ડના સિલીન્ડરવાળી છે. આ રીવોલ્વર ગ્રીપની લંબાઇ આશરે અઢી ઇંચ જેટલી છે. રીવોલ્વર બેરલના ઉપરના ભઆગે તથા ટ્રીગર ગાર્ડની ઉપરના ભાગે મેડ ઇન જાપાનો માર્કો મારેલો છે. મહેસાણા એસઓજીની ટીમે મેડ ઇન લખેલી આ રીવોલ્વર વિશે ફકીર શાબીરશાને પુછતાં તેને આ રીવોલ્વર આજથી એકાદ વર્ષ અગાઉ ઉનાવા ખાતે રહેતા ફકીર ઇમ્તીયાઝ પાસેથી લીધી હોવાનું જણાવ્યું હતું.

વિદેશી રીવોલ્વર જેવા ગેરકાયદેસર ઘાતક હથિયાર રાખવા પાછળ ફકીર શાબીરશાનો શું હતો મનસુબો ?

આરોપીએ આ રીવોલ્વર કેમ ખરીદી હતી? શું આ રીવોલ્વરનો કોઇ ગુનાહિત પ્રવૃતિમાં ઉપયોગ કરાયો છે કે કેમ? કયા કારણોસર રીવોલ્વર જેવું ગેરકાયદસર ઘાતક હથિયાર રાખવાની જરુરિયાત ઉભી થઇ? આ રીવોલ્વર રાખવાનું હેતુ શું હતું ? શું કોઇ મોટી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં હતો આરોપી ? આવા અનેક સવાલો ઉભા થયા છે. ત્યારે એસઓજીની ટીમે તો પોતાની ફરજ બખુબી નિભાવી શખ્સને વિસનગર પોલીસને હવાલે કરી દીધો છે ત્યારે શું વિસનગર પોલીસે આવા ઉઠતાં ગંંભીર સવાલો આરોપીની તપાસ પુછપરછ દરમિયાન ખુલાસો કરી શકશે? આરોપીના કેવા હતા મનસુબા અને કયા કારણસર રાખતો હતો રીવોલ્વર તેના જવાબ આરોપી પાસેથી કઢાવી શકશે ? જોવું રહ્યું આગામી સમયમાં વિસનગર પોલીસના જવાબદાર અધિકારી દ્વારા કેવા ખુલાસા થાય છે કે કેમ?

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0