-> ઉનાવા પોલીસ સ્ટેશનનો નાસતો ફરતો આરોપી રાધનપુર ચોકડીથી પકડાયો :
ગરવી તાકાત મહેસાણા : મહેસાણા SOG પોલીસે નાસતા ફરતા આરોપીઓને પકડવાની મુહિમ અંતર્ગત મોટી સફળતા મેળવી. પોલીસે ઉનાવા પોલીસ સ્ટેશનના એનડીપીએસ કેસમાં નાસતા ફરતા આરોપીની ધરપકડ કરી.SOG પોલીસ ઇન્સપેક્ટર એન.આર.વાઘેલાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરી હતી. બાતમી મળી હતી કે આરોપી પઠાણ આઝાદખાન સિકંદરખાન મહેસાણા રાધનપુર ચોકડી નજીક પાલનપુર જવાના પિકઅપ સ્ટેન્ડ પાસે હાજર છે.
આરોપી મહેસાણાના કસ્બા સેતવાડનો રહેવાસી. પોલીસે આરોપીને લીલા કલરનો શર્ટ અને વાદળી કલરનું જીન્સ પહેરેલી હાલતમાં પકડ્યો હતો. પોલીસે આરોપીની BNSSની કલમ-35(1)જે મુજબ અટકાયત કરી હતી. આગળની કાર્યવાહી માટે આરોપીને મહેસાણા શહેર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો. જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડવાની કામગીરી વધુ તેજ બનાવવામાં આવી.