ગરવી તાકાત મહેસાણા : મહેસાણા પેરોલ ફર્લો ટીમે છેતરપિંડીના ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી ફરાર આરોપીને બાતમી આધારે તેના જ ઘરેથી ઝડપી જેલ હવાલે કર્યો આરોપી સામે વિસનગર તાલુકા પોલીસ મથકમાં છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાઈ જે કેસમાં આરોપી પોલીસ પકડથી દૂર ભાગતો મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ગોઠવા કંકુપુરા ગામે રહેતા અશ્વિનજી ઠાકોર સામે દોઢ એક વર્ષ અગાઉ વિસનગર તાલુકા પોલીસ મથકમાં છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાઈ.

જે કેસમાં આરોપી ફરાર થઇ ગયો આ આરોપીને ઝડપવા ASI અનિરુદ્ધ થતા Pc રવિકુમાર આરોપીને ઝડપવા ફરી રહ્યા એ દરમિયાન બાતમી મળી કે, આરોપી હાલમાં તેના જ ઘરે હાજર જેથી પોલીસની ટીમ તેના ઘરે જતા આરોપીને ઝડપી વિસનગર તાલુકા પોલીસને વધુ તપાસ માટે સોંપ્યો.
![]()
મહેસાણા જિલ્લામાં પેરોલ થતા વચગાળાના જામીન પર છૂટેલા ફરાર કેદીઓ અને નાસ્તા ફરતા આરોપીઓને ઝડપવા પેરોલ ફર્લો ટીમે ખાસ ડ્રાઇવ ચાલુ કરી આ ડ્રાઈવ દરમિયાન અનેક ગુનામાં સંડોવાયેલા આરોપીઓને પેરોલ ફર્લો ટીમે ઝડપી જેલ હવાલે તેમજ જેતે પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાની તપાસ માટે મોકલી આપી રહી.


