ગરવી તાકાત મહેસાણા : મહેસાણા પેરોલ ફ્લો ટીમે આજે મર્ડર કેસના આરોપીને દબોચી ફરી જેલ હવાલે કર્યો આરોપી મર્ડરના ગુનામાં આજીવન કેદની સજા ભોગવતો આ આરોપી પેરોલ મેળવી પોતાના ઘરે આવ્યો જોકે પેરોલ પૂર્ણ થયા બાદ આરોપી પરત જેલ જવાના બદલે ફરાર થઇ ગયો આ આરોપી છેલ્લા દસ માસથી ફરાર હતો જે આરોપીને શોધી કાઢી મહેસાણા પેરોલ ફ્લો ટીમે ફરી જેલ હવાલે કર્યો કડી તાલુકાના સૂરજ ગામે રહેતા નાડીયા મંગેશ ભાઈ બળદેવ ભાઈ નામના આરોપીએ 2021ની સાલમાં પોતાની પત્ની સરોજ બેનની હત્યા કરી જે કેસમાં પિયર પક્ષ તરફથી આરોપી સામે મર્ડર અંગેની ફરિયાદ નોંધાવી.

જે કેસ સેશન્સ કોર્ટમાં ચાલી જતા 22 ડિસેમ્બર 2023ના રોજ કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી આરોપી અમદાવાદ મધ્યસ્થ જેલમાં સજા ભોગવતો જે આરોપી 10 જાન્યુઆરી 2025 ના રોજ 15 દિવસની પેરોલ મેળવી પોતાના ઘરે આવ્યો આ આરોપીને 24 જાન્યુઆરી 2025ના રોજ જેલમાં પરત જવાનું પણ જેલમાં જવાને બદલે ક્યાંક ફરાર થઇ ગયો સમગ્ર કેસમાં ફરાર આરોપીને ઝડપવા પોલીસે ભારે જહેમત કરી આ કેસમાં પેરોલ ફ્લો ટીમે આરોપીના ઘરે અનેકવાર જઇ તપાસ આદરી જોકે પોલીસે આરોપીને ઝડપવા અનેક પાસા તપસ્યા.

જોકે મહેસાણા પેરોલ ફલોના ASI નરેન્દ્રસિંહ અને HC રશમેન્દ્ર સિંહને બાતમી મળી કે, આરોપી પોતાના બાળકોને વેકેશન પૂરું થતા સૂરજ મુકવા આવ્યો તેમજ આરોપી વિરમગામ હાસલપુર ચોકડી ઉભો હોવાની બાતમી મળતા ટીમે તેણે ઝડપી લીધો આરોપીને ઝડપી પોલીસે ફરી જેલ હવાલે કર્યો આરોપી નાડીયા મંગેશભાઈ ફરાર થયા બાદ તે મોરબી ખાતે મજૂરી કરતો અને ત્યાં જ રહેતો જોકે આરોપી અનેકવાર પોતાના ગામ ચોરી છુપી બાળકોને મળવા આવતો સૂરજ ગામે રહેતા બાળકોની શાળામાં દિવાળીની રજાઓ પડતા આરોપી પોતાના બાળકોને મોરબી ખાતે રહેવા લઈ ગયો જોકે દિવાળી વેકેશન પૂરું થતા આરોપી પોતાના બાળકો ને ગામમાં મુકવા આવ્યો હોવાની બાતમી મળતા 10 માસથી ફરાર આરોપી ઝડપાઇ ગયો.


