ગરવી તાકાત મહેસાણા : મહેસાણા જિલ્લામાં આવેલા સાંથલ પોલીસ સ્ટેશનમાં એક વર્ષ અગાઉ પ્રોહીબીશન અંગે આરોપી ઝાલા છનુંભા સામે ગુનો નોંધાયો જે ગુનો નોંધાયા બાદ આરોપી ફરાર હતો આરોપીને બાતમી આધારે મહેસાણા પેરોલ ફ્લો ટીમે મહેસાણા મારુતિ શો રૂમ પાસેથી ઝડપી લીધો.

મહેસાણાના સાંથલ પોલીસ મથકમાં નોંધાયેલા પ્રોહીબીશનના કેસમાં એક આરોપી છેલ્લા એક વર્ષથી પોલીસને ખો આપતો જે આરોપી અંગે મહેસાણા પેરોલ ફ્લોના ટીમને ખાનગી રાહે બાતમી મળી કે, આ આરોપી મહેસાણા મારુતિ શો રૂમ સામે પ્રમુખ ટાયરની દુકાન પાસે ઉભો હોવાની જાણ થઈ.

સમગ્ર કેસમાં મહેસાણા પેરોલ ફ્લોની ટીમ સ્થળ પર જઇ રામપુરા (કટોસણ)ના ઝાલા છનુંભાને ઝડપી લીધો આ આરોપી છેલ્લા એક વર્ષથી પોલીસને ખો આપતો જો કે, મહેસાણા પેરોલ ફ્લો ટીમે ઝડપી વધુ તપાસ માટે સાંથલ પોલીસમાં સોંપવામાં આવ્યો.


