મહેસાણા પેરોલ ફ્લો સ્ક્વોડે વડનગર પાસેથી ચોરીના બાઈક સાથે એક ઈસમને ઝડપી પાડ્યો !

શેર કરવા અહીં ક્લિક કરો.

મહેસાણા જીલ્લામાં અવાર નવાર વાહન ચોરીના બનાવો સામે આવતા રહેતા હોય છે. જેથી આવા ગુનાઓને ડીટેક્ટ કરવા વિવિધ પોલીસ સ્ટેશનના માણસોને સુચના આપવામાં આવેલ છે. આ દરમ્યાન મહેસાણા પેરોલ ફ્લો સ્ક્વોડે બાતમી આધારે ચોરીના વાહન સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છે.

આ પણ વાંચો – સુરતની એક સ્કુલમાં 12 વર્ષીય કિશોરી સાથે છેડતી કરતો શિક્ષક ઝડપાયો

મહેસાણા પેરોલ સ્ક્વોડની ટીમ વડનગર પોલીસ મથકના વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી  હતી કે,  એક ઈસમ શંકાસ્પદ હાલતમાં વાહન લઈ કમાલપુર તરફથી આવી રહેલ છે. જેથી કમાલપુરથી વડનગર તરફ આવી રહેલ શખ્સની અટકાયત કરી પુછપરછ કરવામાં આવતાં તેને ગલ્લા તલ્લા કર્યા હતા. બાદમા શખ્યની કડક પુછપરછમાં સામે આવ્યુ હતુ કે, સદર GJ-38-AF-7935 વાળુ વાહન તેને ચોરી કરેલ હતુ. જેથી આરોપીએ પોતાનો ગુનો સ્વીકારી લેતા વાહન કબ્જે કરી આરોપી ઠાકોર રણજીતસીંહ બદસંગજી, રહે – દેણપ, તા. વિસનગરવાળાની અટકાયત કરવામાં આવી  હતી.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.