ગરવી તાકાત મહેસાણા : મહેસાણા શહેરની સ્વચ્છતા જાળવવા અને પર્યાવરણના જતન માટે મહેસાણા મહાનગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી 2026ના પ્રારંભિક બે માસ એટલે કે જાન્યુઆરી અને ફેબ્રુઆરી દરમિયાન મનપાની ટીમોએ શહેરના વિવિધ વોર્ડમાં તપાસ હાથ ધરી ગંદકી ફેલાવતા અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા કુલ 985 નાના-મોટા વેપારીઓ સામે દંડાત્મક પગલાં ભર્યા આ ઝુંબેશ અંતર્ગત પાલિકાએ કુલ 8 લાખ રૂપિયાથી વધુની પેનલ્ટી વસૂલ કરી.

મહેસાણા શહેરમાં જ્યાં-ત્યાં કચરો ફેંકી ગંદકી ફેલાવતા અને દુકાન પાસે ડસ્ટબીન ન રાખતા કુલ 895 આસામીઓ મનપાની તપાસમાં ઝડપાયા આ વેપારીઓ પાસેથી તંત્ર દ્વારા કુલ રૂ 6,41,550નો દંડ વસૂલ કરવામાં આવ્યો બીજી તરફ પર્યાવરણ માટે જોખમી એવા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ કરતા 90 વેપારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી મનપાએ આ એકમોમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરી કુલ રૂ1,64,000નો દંડ ફટકાર્યો.

મહાનગરપાલિકા દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું કે શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ અટકે અને ગંદકી ન ફેલાય તે માટે આગામી સમયમાં પણ આ પ્રકારની કડક તપાસ ચાલુ રહેશે આ સાથે જ મનપા તંત્ર દ્વારા શહેરીજનોને અનુરોધ કરવામાં આવ્યો કે શહેરને સ્વચ્છ રાખવા સહયોગ આપે ગમે ત્યાં કચરો ન ફેંકતા ડસ્ટબીનનો ઉપયોગ કરે અને પ્લાસ્ટિકની થેલીઓના સ્થાને કાપડની કે ઇકો-ફ્રેન્ડલી બેગ વાપરવાનો આગ્રહ.


