ગરવી તાકાત, મહેસાણા તા. 26 – આજ રોજ મહેસાણા જીલ્લા પોલીસ અધિક્ષક અચલ ત્યાગી તથા નાયબ
પોલીસ અધિક્ષક જે.જી.શેખ તથા નાયબ પોલીસ અધિકારી ડી.એમ.ચૌહાણ વિસનગરના માર્ગદર્શન તથા ઉપસ્થિતિમાં મહિલા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ પી.ડી.દરજી, પીએસઆઇ એચ.જે.પટેલ તથા આમંત્રિત કાયદા અધિકારી (મહેસાણા જિલ્લા કોર્ટ) તથા ગુજરાત રાજ્ય મહિલા આયોગના અને મહેસાણા જુવેનાઇલ બોર્ડના જ્યુરી પેનલના સભ્ય અંજનાબેન પટેલ તથા જિલ્લા કાનુની સત્તા મંડળના લીગલ એડવોકેટ તથા મિડીયેટર શીતલબેન પટેલની હાજરીમાં આશરે સો પોલીસ અધિકારી કર્મચારીઓની તાલીમ શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં વક્તાઓ દ્વારા તાલીમ આપ્યા બાદ તાલીમાર્થીઓના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું તથા કાયદા બાબતે સંવાદ કરવામાં આવેલ અને કાયદાની અમલવારી કરવા તથા કાયદાનો ઉપયોગ કેવી રીતે કરવો તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
તાલીમ શિબિરના સફળ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય દ્વારા તૈયાર કરેલ એસઓપી મુજબના આઠેક વિષયો અંતર્ગત અલગ અલગ વક્તાઓ દ્વારા અલગ અલગ વક્તાઓ દ્વારા અલગ અલગ વિષયો પર તાલીમ આપવામાં આવી હતી.

જેમાં ડોમેસ્ટીક વાયોલેન્સ એક્ટ ૨૦૦૫ વિષય પર મુખ્ય સરકારી વકીલ કે.એમ. જાેશી મહેસાણા જિલ્લા કોર્ટ તથા પોક્સો એક્ટ ૨૦૧૨ વિશે એચ.એચ.મોદી (એડી.પીપીશ્રી) તથા પી.કે.દવે (એડી.પીપી) તથા સીનીયર સિટીઝન એક્ટ ર૦૦૭ અને આઇટીપી એક્ટ ૧૯૫૬ વિષય પર જીલ્લા કાનુની સત્તા મંડળના લીગલ એડવોકેટ તથા મિડીયેટર શીતલબેન પટેલ તથા ડોવરી પ્રોહીબીશન એક્ટ ૧૯૬૧ વિષય પર ગુજરાત રાજ્ય મહિલા આયોગના અને મહેસાણા જુવેનાઇલ બોર્ડના જ્યુરી પેનલના સભ્ય અંજનાબેન પટેલ મહેસાણા વિગેરે વક્તાઓ દ્વારા મહેસાણા જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં સફળ તાલીમનું માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું હતું.


