મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચે મેવડ હાઇવે પરથી વિદેશી દારુના જથ્થો ઝડપી પાડ્યોં
એલસીબીએ 90,849ના વિદેશી દારુ સાથે બે સ્વીફટ કાર મળી કુલ રુ. 6.96 લાખનો મુદ્દામાલ ઝડપ્યોં
ગરવી તાકાત, મહેસાણા તા. 8 – મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ જિલ્લામાંથી રોજબરોજ પરપ્રાંતિય વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી દારૂની થતી હેરાફેરી અને કટીંગ પર જાણે ધોસ વધારી દીધી છે. મહેસાણા એલસીબીએ મેવડ હાઇવે રોડ પરથી સ્વીફટ કારમાંથી રૂા. ૯૦, ૮૪૯નો પરપ્રાંતિય વિદેશી દારૂના જથ્થા સાથે કુલ રૂા. ૬.૯૬ લાખની કિંમતનો મુદ્દામાલ ઝડપી કાર નંબરના આધારે દારૂનો જથ્થો ઝડપી પાડી કાર નંબરના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 
મહેસાણા એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ જે.પી.રાવની સૂચના મુજબ પીએસઆઇ એચ.એલ.જાેષી, એએસઆઇ રાજેન્દ્રસિંહ, દિલીપસિંહ, પિયુષકુમાર, રમેશભાઇ, પાર્થકુમાર, મહેશકુમાર, ધર્મેન્દ્રકુમાર સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન પિયુષભાઇ તથા મહેશભાઇને સંયુક્ત બાતમી મળી હતી કે જેના આધારે મેવડ હાઇવે રોડ ઉપરથી ભારતીય બનાવટનો પરપ્રાંતિય વિદેશી દારૂની બોટલ નંગ ૩૨૦ કિંમત રૂા. ૯૦,૮૪૯ તથા બે સ્વીફ્ટ કાર કિંમત ૬ લાખ, મોબાઇલ સહિત કુલ રૂા. ૬,૯૬, ૩૪૯નો મુદ્દામાલ ઝડપી બંન્ને કારના ચાલક વિરુદ્ધ પ્રોહિબીશન એક્ટ અંતર્ગત મહેસાણા તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બુટલેગરની દારુની હેરાફેરી કરનાર ખેંપિયાઓ એલસીબીને હાથ તાળી આપી ગયા
મહેસાણા એલસીબીની ટીમે પરપ્રાંતિ વિદેશી દારૂના જથ્થા સાથે બે સ્વીફ્ટ કાર મળી કુલ રૂા. ૬.૯૬ લાખનો મુદ્દામાલ કબજે કર્યો પરંતુ એલસીબીની ટીમ દારૂના જથ્થા સાથે દારૂની ખેંપ મારનાર ખેંપિયાઓને ઝડપે તે અગાઉ પોલીસની ટીમને જાેતાંની સાથે જ કાર મુકી ખેંપીયાઓ એલસીબીની ટીમને હાથ તાળી આપવામાં સફર રહ્યાં. જાે કે મહેસાણા તાલુકા પોલીસે કાર નંબરના આધારે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.


