મહેસાણા એલસીબીની ટીમે હૈદરીચોકમાંથી વિદેશી શરાબનો જથ્થો ઝડપ્યોં

April 1, 2023

એલસીબીની ટીમે ૪૫ હજારના વિદેશી શરાબ સાથે શખ્સને ઝડપી લીધો

પરપ્રાંતિય શરાબનો જથ્થો હૈદરીચોકના રહેણાંક મકાનમાં સંતાડેલો હતો

ગરવી તાકાત, મહેસાણા તા. 01 – મહેસાણા એલસીબી પોલીસની ટીમ વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડવામાં કમરકસી હોય તેમ રોજબરોજ વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડવામાં આવી રહ્યો છે જેમાં મહેસાણા શહેરના હૈદરીચોક વિસ્તારમાં રહેણાંક મકાનમાં સંતાડેલો રૂા. ૪૫ હજારના વિદેશી શરાબના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.

મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગીના માર્ગદર્શન મુજબ મહેસાણા એલસીબી પીઆઇ જે.પી.રાવના નેતૃત્વમાં એસએસઆઇ ડાહ્યાભાઇ, દિનેશભાઇ, નિલેશભાઇ, શૈલેષભાઇ સહિતનો એલસીબી સ્ટાફ મહેસાણા શહેરમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન નિલેશભાઇ તથા શૈલેષભાઇને સંયુક્ત બાતમી મળી હતી કે, યુનુસશા અબ્દુલશા ફકીર રહે. મહેસાણા હૈદરીચોકવાળો શખ્સ વિદેશી દારૂનો વેપાર કરી રહ્યો છે અને પરપ્રાંતિય વિદેશી શરાબનો જથ્થો બહારથી માંગાવી વેચાણ કરવા માટે ઇકબાલશા કાદરશા ફકીર રહે. મહેસાણા હૈદરીચોક, લાલશાનનો તકીયોવાળાના રહેણાંક મકાનમાં સંતાડી રાખી દારુની ડીલેવરી કરેે છે.

જે બાતમીના આધારે ઇકબાલશાના ઘરે એલસીબીની ટીમે રેઇડ કરતાં વિદેશી શરાબની બોટલ તથા બિયરના ટીન મળી કુલ રૂા. ૪૫,૩૩૦નો શરાબનો જથ્થા સાથે ઇકબાલશા કાદરશાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી યુનુસશા અબ્દુલશા ફકીર રહે. મહેસાણા, હૈદરીચોક તથા સાગર ચંપુજી ઝાલા રહે સુણસર તા. ચાણસ્માવાળાની શખ્સની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0