મહેસાણા એલસીબીની ટીમે કડીના કરણનગરમાંથી વિદેશી દારૂ સાથે 2.60 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસની ટીમે આ કાર્યવાહીમાં એક આરોપીને ઝડપી પાડ્યો હતો. જેમાં 2 આરોપી વિરૂધ્ધ ગુનો દાખલ કરાયો હતો. એલસીબીની ટીમે આ કાર્યવાહી ચોક્કસ બાતમી આધારે પાર પાડી હતી.
આ પણ વાંચો – મહેસાણા પેરોલ ફ્લો સ્ક્વોડે વડનગર પાસેથી ચોરીના બાઈક સાથે એક ઈસમને ઝડપી પાડ્યો !
મહેસાણા એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન તેમને બાતમી મળી હતી કે, કડી પોલીસ મથક વિસ્તારમાં આવેલ કરણનગરમાં ઠાકોર કનુજી ગાંડાજી તથા ઠાકોર જીતુજી રાણાજી નામના શખ્સ પોતાની માલિકી વાળા વાહન ટાટા ઈન્ડીગો જેનો વાહન નંબર GJ-01-KD-1863 માં વિદેશી દારૂ ભરી લાવેલ છે. જેથી પોલીસે ગામે પહોંચી રેઈડ પાડી હતી. જ્યાંથી તેમને ઠાકોર કનુજી ગાંડાજીને 60255 રૂપીયાના દારૂ સહીત કાર સાથે ઝડપી પાડ્યો હતો. આ રેઈડમાં વોન્ટેડ આરોપી ઠાકોર જીતુજી ઉર્ફે લાલી રાણાજી પોલીસના સીંકજામાં નહોતો આવ્યો. જેથી એલસીબીની ટીમે કડી પોલીસ મથકે બન્ને વિરૂધ્ધ ગુનો નોંધી 2,60,255 નો મુદ્દામાલ કબ્જે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.