મહેસાણા એલસીબીએ રામોસણા ગામની સીમમાંથી 48,800નો વિદેશી શરાબ ઝડપ્યોં

March 8, 2023

વિદેશી દારૂનું વેચાણ કરનાર શખ્સને દારૂના મુદ્દામાલ સાથે ઝડપી લીધો

પ્રોહિબીશન અંતર્ગત ત્રણ શખ્સો સામે પોલીસ ફરિયાદ 

ગરવી તાકાત, મહેસાણા તા. 08 – મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળેલી બાતમીના આધારે મહેસાણા તાલુકા પોલીસની હદ વિસ્તારમાં રામોસણા ગામની સીમમાં વિદેશી શરાબનું વેચાણ કરનાર શખ્સને ૪૮,૮૦૦ના શરાબના જથ્થા સાથે ઝડપી ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મહેસાણા એલસીબી પોલીસ દ્વારા વિદેશી શરાબમાં સંડોવાયેલા શખ્સો સામે તવાઇ હાથ ધરવામાં આવી છે જેને પગલે મહેસાણા જિલ્લાની હદમાંથી રોજબરોજ લાખોની કિંમતનો વિદેશી દારૂ સાથેનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવી રહ્યો છે જેને પગલે બુટલેગરોમાં પણ સોંપો પડી ગયો છે મહેસાણા જિલ્લા પોલીસતંત્ર દ્વારા રોજબરોજ બુટલેગરોનો લાખોની કિંમતમાં વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડવામાં આવી રહ્યો છે તેમ છતાં બુટલેગરો મગનું નામ મરી પાડવા તૈયાર નથી.

મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગીના માર્ગદર્શન હેઠળ વિદેશી શરાબ ઝડપી પાડવાનું કમ્પેઇન ચલાવવામાં આવી રહ્યું છે જેમાં મહેસાણા એલસીબીની ટીમે રામોસણાના ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યોં હતો. મહેસાણા પીએસઆઇ એચ.એલ.જાેષી, એએસઆઇ ડાહ્યાભાઇ, કેશરસિંહ, દિનેશભાઇ, દિલીપસિંહ, નિલેશકુમાર, શૈલેષકુમાર, રમેશભાઇ, પિયુષકુમાર, મહેશકુમાર, સંજયભાઇ સહિત સ્ટાફ કચેરીએ હાજર હતા. આ દરમિયાન દરમિયાન પીએસઆઇ એચ.એલ.જાેષી અને કેશરસિંહને ખાનગી માહિતી મળી હતી કે,

મહેસાણાના રામોસણા ગામમાં આવેલી ગણેશ હોમ્સ સોસાયટીના પાછળના ભાગે ઠાકોર બલરામ ચેહરાજી રહે. મગપુરા મહેસાણાવાળો શખ્સ પરપ્રાંતિય શરાબનું વેચાણ કરી રહ્યો છે જે બાતમીના આધારે એલસીબીની ટીમ રામોસણા ખાતે ત્રાટકી હતી અને દારૂનું વેપલો કરી રહેલા ઠાકોર બલિયાને ૪૮,૮૪૦ના વિદેશી શરાબના જથ્થા સાથે ઝડપી પાડ્યોં હતો. આ ગુનામાં દારૂ વેચનાર ઠાકોર બલરામ ઉર્ફે બલિયો, દારૂનો જથ્થો મંગાવનાર ઠાકોર નિકુલ ચેનાજી રહે. રેલનગર, તથા દારૂ મોકલી આપનાર વાઘેલા ગુલાબ ઉર્ફે વાસુ રામસિંહ રહે. રામનગર તા. દાંતીવાડાવાળા વિરુદ્‌ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0