મેવડ ટોલનાકા પાસે એક્સયુવી કારમાંથી 1.26 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો
કૃષ્ણ ઢાળ પાસે કસ્બાની ગલીમાં પડેલી કારમાંથી 71. 700 દારૂ ઝડપાયો
ગરવી તાકાત, મહેસાણા તા. 27- મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મહેસાણા શહેર અને તાલુકા વિસ્તારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જેમાં મહેસાણા શહેરના કૃષ્ણના ઢાળ પાસે કસ્બાની ગલીમાં પડેલી કારમાંથી ૭૧,૭૦૦નો વિદેશી શરાબના જથ્થા સાથે કુલ ૩.૭૬ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો જ્યારે મહેસાણાના મેવડ ટોલનાકા પાસેથી પસાર થઇ રહેલી નંબર વિનાની એસયુવી કારને અટકાવી તપાસ કરતાં કારમાંથી ૧.૨૬ લાખનો વિદેશી શરાબનો જથ્થો મળી કુલ રૂા. ૧૧.૩૬ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આમ મહેસાણા એલસીબીની ટીમે બંન્ને રેઇડ દરમિયાન ૧૫.૧૩ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. 
મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગીના માર્ગદર્શન મુજબ મહેસાણા એલસીબી પીઆઇ જે.પી.રાવના નેતૃત્વ હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમના પીએસઆઇ એમ.ડી.ડાભી, એએસઆઇ આશાબેન, પિષુષભાઇ, સાબીરખાન, ભાવિકકુમાર, પાર્થકુમાર સહિત ટીમો બનાવી મહેસાણા શહેરમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન સાબિરખાન તથા પાર્થકુમારને ખાનગી બાતમી મળી હતી કે, અરબાજખાન નીયાજ અહેમદ મીરજા રહે. છઠીયારડા તા.જી.મહેસાણાવાળો સફેદ કલરની વેન્ટો કાર નંબર જીજે૧૮-એએમ-૮૦૨૩માં વિદેશી શરાબનો જથ્થો ભરેલી કાર કૃષ્ણ સિનેમાની પાછળ ભગવતી વોચની ગલીમાં કસ્બા તરફ પડી છે જે બાતમીના આધારે ટીમે ઘટના સ્થળે પહોંચી કારમાં તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂની બોટલ તથા બિયરના ટીન મળી કુલ રૂા. ૭૧,૭૪૫ તથા કાર સહિત કુલ રૂા. ૩,૭૬,૭૪૫ના મુદ્દામાલ સાથે ઉપરોક્ત આરોપીને પકડી લીધો હતો જ્યારે આ ગુનામાં સંડોવાયેલા વાસુ ઉર્ફે ગુલાબસિંહ રામસિંહ વાઘેલા રહે. રામનગર તા. દાંતીવાડા, વાદળસિંહ ઉર્ફે કેતન રામસિંહ વાઘેલા રહે. રામનગર, દાંતીવાડા તથા મનોહરસિંહ જેઠુસિંહ રાજપૂત રહે. જાેધપુરવાળા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે અન્ય એક પ્રોહિબીશનના ગુનામાં એલસીબી પીએસઆઇ એચ.એલ.જાેષી તથા ઉપરોક્ત ટીમ કચેરીએ હાજર હતા તે દરમિયાનસાબિરખાન તથા ભાવિકકુમારને બાતમી મળી હતી કે, સફેદ કલરની એક્સયુવી કારનો ચાલક વિદેશી શરાબનો જથ્થો ભરીને મહેસાણાથી અમદાવાદ તરફ જનાર છે જે બાતમીના આધારે મહેસાણા એલસીબી ટીમે મેવડ ટોલનાકા પાસે વોંચ ગોઠવી હતી આ દરમિયાન બાતમીવાળી નંબર વિનાની કાર પસાર થતાં કારને અટકાવી તેમાં તપાસ કરતાં વિવિધ બ્રાન્ડની વિદેશી દારડની બોટલ તથા બિયરના ટીન મળી ૧,૨૬,૪૦૮ની કિંમતના શરાબના જથ્થા સાથે એક્સયુવી કાર સહિત કુલ રૂા. ૧૧,૩૬,૪૦૮નો મુદ્દામાલ કબજે કરી ઠાકોર જગદીશ નાથાજી રહે. દેથળી ચાર રસ્તા, સિદ્ધપુરવાળાને પકડી લીધો હતો જ્યારે આ ગુનામાં પરમાર અલ્પેશ ખોડાજી રહે. ચાંદખેડા, પીન્ટુ સોની રહે. ભાભર, તથા પીરાજી દેસાઇ રહે. સાંચોરવાળા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


