— કારનો ચાલક પોલીસને જાેઈ કાર મૂકી અંદારાનો લાભ લઈને રફૂચક્કર:
ગરવી તાકાત મહેસાણા : મહેસાણા એલસીબી ટીમે બાતમી આધારે ગાભુ ગામ પાસેથી વિદેશી દારૂ ભરેલી ગાડી ઝડપી પાડી હતી. કાર્યવાહી દરમિયાન ગાડી ચાલક ગાડી મૂકી ફરાર થયો હતો. એલસીબી ટીમે હાલમાં કુલ 7 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
મહેસાણા એલસીબી ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, રાજસ્થાનથી વિદેશી દારૂ ભરી એક ગ્રે કલરની ઇકો સપોર્ટ ગાડી ચાણસ્મા-મહેસાણા થઈ અમદાવાદ જવાની છે. જે માહિતી મળતા રાત્રે મહેસાણા એલસીબી ટીમે આ મામલે મહેસાણાના ગાભું ગામ પાસે વોચ ગોઠવી હતી. જ્યાં ગાડી આવતા જ એલસીબીએ પોતાની ગાડીઓ આડી કરવા જતાં દારૂ

ભરેલી ગાડીનો ડ્રાઇવર અંધારામાં ગાડી મૂકી ફરાર થઈ ગયો હતો. એલસીબી ટીમે તપાસ દરમિયાન ગાડીની ચાવી શોધી ગાડીમાં રહેલો વિદેશી દારૂ જપ્ત કર્યો હતો. ગાડીની સીટોમાં કુલ 32 પેટીઓ દારૂની મળી આવી હતી. એલસીબીએ હાલમાં કુલ 7 લાખ 30 હજાર 400નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તેમજ કરણ પટેલ નામના ઈસમ સામે ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.
તસવિર અને આહેવાલ : નાયક અક્ષય — મહેસાણા


