— બબાઈક ચોર્યા બાદ અન્ય લોકોને વેચી મારતો હતો :
ગરવી તાકાત મહેસાણા : મોટર સાયકલની ડુપ્લીકેટ ચાવી પાસે રાખીને ચોરી કરતા ઈસમને મહેસાણા એલસીબી પોલીસે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મહેસાણા એલસીબી પી.આઈ.એ.એમ.વાળાની સૂચના અનુસાર પીએસઆઈ એ.કે.વાઘેલા સહિત સ્ટાફના માણસોને મહેસાણા દૂધસાગર ડેરી પાસે આવેલા ગુરૂદ્વારા પાસે વોચ ગોઠવીને ચોરીના બાઈક સાથે ધનપુરાના ઈસમને ઝડપી પાડયો હતો.
આરોપીની વધુ પૂછપરછ કરતાં તેણે જણાવેલ કે મહેસાણા જૂના રેલવે સ્ટેશનના પાર્કિગ (બાપા સીતારામ મઢુલીની પાછળથી) ચોરી કરી હોવાનું કબુલ્યુ હતું.
દરમિયાન દોઢ મહિલા અગાઉ સાંજના સુમારે ગોપીનાળા બહાર હનુમાનજીના મંદિરની સામે આવેલ દવાખાનાની બહારની હોડા સાઈન મોટર સાયકલની ચોરી કરી અન્યને વેચી માર્યાની પણ કબુલાત કરી હતી.
તસવિર અને અહેવાલ : નાયક અક્ષય — મહેસાણા