ગરવીતાકાત કડી-10
મંડપમાં ચાલતાં જૂગાર માં ભંગ પાડી જુગારીઓ ને મામા ના ઘરે લઈ ગયા
કડીના બાવલુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાખોના ચાલતા જુગારમાં સ્થાનિક પોલીસનું નાક વાઢી નાખ્યું મહેસાણા જિલ્લા એલ.સી.બી એ મોડી રાત્રે દરોડો પાડી લગ્ન મંડપમાં ચાલતા લાખોના જુગાર ધામમાં પોલીસે 9 જુગારીઓને રંગેહાથ ઝડપ્યા જ્યારે 4 આરોપીઓ ફરાર થવામાં સફળ રહ્યા છે.
મળતી માહીતી મુજબ,મહેસાણા એલ.સી.બીના પીઆઈ જે.પી. સોલંકી અને તેમની ટીમને શેડફા ચોકડી પાસે બાતમી મળી હતી કે, બાવલુ ના ધનાવાળા વાસમાં ઠાકોર ભીખાજી ના ઘર આગળ લગ્ન મંડપમાં જુગાર રમાઈ રહ્યો છે. જેના આધારે પોલીસે રેડ કરી હતી. જેમાં પોલીસે બાબુજી કેશાજી ઠાકોર, ખોડાજી અરજણજી ઠાકોર, અજીત પોપટજી ઠાકોર, દિલાવરમિયા આકુબમિયા કુરેશી, બળદેવજી રણછોડજી ઠાકોર, રહીશમિયા રહીમમિયા મલેક, દિપક દિનેશજી ઠાકોર, અંબારામજી કાળાજી ઠાકોર અને કાર્તિક વિક્રમજી ઠાકોરને ઝડપી લીધા હતા. જ્યારે વિક્રમ ઠાકોર, સિધ્ધરાજ ઠાકોર, બળદેવ ઠાકોર અને અરજણ ઠાકોર ફરાર થઈ ગયા હતા.
ધટના સ્થળ પરથી રોકડ રકમ સહિત કુલ રૂ. 4,75,700નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જૈમિન સથવારા – કડી