ઉમતા ગામની અવધપુરી સોસાયટીના રહેવાસી મધુબેન પ્રજાપતિ અને તેમના બહેન નિર્મલાબેન 17 ફેબ્રુઆરીના રોજ વિસનગર ખાતે તેમના ભાઈના ઘરે જવા નીકળ્યા હતા. મામલતદાર કચેરી પાસેથી તેઓએ એક રિક્ષો પકડ્યો હતો. રિક્ષામાં પહેલેથી જ એક મહિલા, બે પુરુષ અને ડ્રાઈવર હતા.
બંને બહેનોને પાછળની સીટમાં બેસાડવામાં આવ્યા હતા. આકાશ હોસ્પિટલ નજીક એક પુરુષ પાછળની સીટમાં આવીને બેઠો હતો. રિક્ષા ચાલકે તેમને કમાણા ચોકડી પર ઉતાર્યા હતા. ત્યારબાદ નિર્મલાબેનની સોનાની બંગડી કપાયેલી જોવા મળી અને મધુબેનના ગળામાંથી 1.20 લાખની કિંમતનો સોનાનો દોરો ગાયબ થઈ ગયો હતો.
20 દિવસ બાદ મધુબેને વિસનગર શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. આ ઘટના શહેરમાં વધી રહેલી આવી ઘટનાઓની શ્રેણીનો ભાગ છે, જે ચિંતાનો વિષય બની રહી છે.