મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચે સોનાના દોરાની લૂંટ ચલાવનાર રીઢા આરોપીઓને ૨.૪૪ લાખના મુદ્દામાલ સાથે પક્ડયાં
મહેસાણા જિલ્લા સહિત ગાંધીનગર, સાબરકાંઠા સહિત લૂંટની ઘટનાને અંજામ આપ્યોં હતો
ગરવી તાકાત, મહેસાણા તા. 20- મહેસાણા જિલ્લા એસ.પી અચલ ત્યાગીના નેતૃત્વ હેઠળ એલસીબીની ટીમ સક્રિય અને સફળ કામગીરી ઉડીને આંખે વળગે તેવી છે. તાજેતરમાં બનેલી ચોરી, લૂંટ, પ્રોહિબીશન, વાહનચોરી, ચેન સ્નેચિંગ, મર્ડર સહિતના અનેક ઘટનાઓને ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી જે તે ગુન્હાઓમાં સંડોવાયેલા આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી પાડી જેલના સળિયા પાછળ ધકેલવામાં સક્રિય ભૂમિકા ભજવી છે. 
મહેસાણા એલસીબી પીઆઇ જે.પી.રાવના માર્ગદર્શન મુજબ ટીમ અનેક ગુનાના ભેદ ઉકેલવામાં સફળ પુરવાર થઇ રહી છે. જેમાં બે દિવસ અગાઉ ચેઇન સ્નેચીંગમાં સંડોવાયેલા રીઢા ચાર શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપ્યાં બાદ ગત રોજ ચેઇન સ્નચીંગમાં મહારથ હાંસલ કરેલા વધુ બે ચેઇન સ્નેચરો સહિત વેેપારીને ઝડપી પાડી સફળ કામગીરીનું પ્રમાણ પુરુ પાડ્યું છે. જે આરોપીઓએ રસ્તા પરથી પસાર થતી મહિલાઓના ગળામાં દોરાની લૂંટ ચલાવવાની માત્ર એક વર્ષના સમયગાળા દરમિયાન ૨૧ જેટલી ઘટનાઓને અંજામ આપ્યોં છે ત્યારે આ તસ્કર ચોર ટોળકીના મુખ્ય સૂત્રધાર સાથે તેના બે સાગરીતોને જેલના સળીયા ગણતાં કરી દેવાયાં છે.
મહેસણા એલસીબી પાસેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ મહેસાણા એલસીબી પીએસઆઇ એચ.એલ.જાેષી, દિલિપસિંહ, રાજેન્દ્રસિંહ, આશાબેન, રોહિતભાઇ, પીયુષકુમાર, રમેશભાઇ, સાબીરહુસેન, સંજયભાઇ, મહેશભાઇ, હરેશસિંહ, સમીરકુમાર સહિતનો સ્ટાફ વિજાપુર પંથકમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા તે દરમિયાન દિલીપસિંહ અને રાજેન્દ્રસિંહને ગુપ્ત બાતમી મળી હતી કે,
બાઇક નંબર જી.જે.૦૧-એનઝેડ-૧૯૬૪ સાથે સાગર ઉર્ફે ટેચીયો દરશથજી ઠાકોર રહે. લાકરોડા, તા. માણસા, જિલ્લો ગાંધીનગર તથા તેનો સાગરીત શેખ મહમદ આદિલ મહમદ ઇલિયાસ રહે. પ્રાંતિજ બારકોડ ભોઇવાસની સામે પ્રાંતિજવાળો શખ્સ બંન્ને તેમની પાસે રહેલી સોનાની ચીલઝડપ કરેલો તૂટેલો દોરો માણસાના સોની વસંતકુમાર રતલીલા રહે. માણસાવાળાને ત્યાં વેચવા માટે આપેલ છે જે બાતમીના આધારે તૂટેલી ચેઇન સાથે બંન્નેન મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યાં હતા તથા સોની વસંતકુમારની પુછપરછ કરતાં તેને લીધેલા સોનાના દોરામાંથી રણી બનાવેલ હોય જે ત્રણ રણીનું વજન ૩૮.૮૮૦ જેની કિંમત ૧,૬૪,૪૦૦ તેમજ મોટર સાયકલ કિંમત રૂા. વીસ હજાર, તથા મોબાઇલ સહિતના કુલ ૨.૪૪,૪૦૦ના મુદ્દામાલ સાથે રીઢા ચેઇન સ્નેચરોને ઝડપી પાડ્યાં હતા.


