મહેસાણા માર્કેટયાર્ડમાં આવેલી પેઢીમાંથી 60 કિલોના ત્રણ કટ્ટા રજકાની ચોરી થયાની ફરિયાદ નોંધાઇ હતી
પાંચેક દિવસ અગાઉ મહેસાણા યાર્ડમાંથી બે શખ્સોએ ભેગા મળી પેઢીમાંથી રજકાની ચોરી કરી હતી
Sohan Thakor – મહેસાણા તા. 05- આજથી પાંચેક દિવસ અગાઉ મહેસાણા માર્કેટયાર્ડમાંથી ત્રણ કટ્ટા રજકાની ચોરી થઇ હતી જે બાબતે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી ત્યારે મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ રજકા ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી મહેસાણા મકતુપુર હાઇવે પરથી રજકાની ચોરી કરનાર શખ્સને ઝડપી પાડી રજકાનો મુદ્દામાલ કબજે કરી બંન્ને તસ્કરોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.

મહેસાણા માર્કેટયાર્ડમાં પેઢી ધરાવતાં વેપારી મહેન્દ્રભાઇ પટેલની દુકાનમાં આજથી પાંચ દિવસ અગાઉ માર્કેટયાર્ડમાં તેઓની પેઢી પાસે મુકેલો 60 કિલો રજકાના ત્રણ કટ્ટા કોઇ અજાણ્યા તસ્કરો ચોરી ગયા હતા જે બાબતે પેઢીના માલિક પટેલ મહેન્દ્રભાઇએ મહેસાણા એ. ડિવિઝન પોલીસ મથકે રજકા ચોરીની ફરિયાદ નોંધાવી હતી. ત્યારે મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ આર.જે.ધડુકના નેતૃત્વમાં મહેસાણા એલસીબીની ટીમના પીએસઆઇ એચ.એલ.જોષી તથા ડાભીની ટીમ પોલીસ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન
ખાનગી રાહે બાતમી મળી હતી કે મહેસાણા મકતુપુર હાઇવે પર ચોરીમાં સંડોવાયેલા બે શખ્સો ઠાકોર વિજય રહે. નવાવાસ સિદ્ધપુર તથા રાજુ ઉર્ફે રાજા મેલાજી ઠાકોર રહે. મફતિયુ પરું, મક્તુપુર વાળો ઉભા છે. જે બાતમીના આધારે મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે પહોંચી બંન્ને શખ્સોને દબોચી લીધા હતા અને પુછપરછ કરતાં બંન્ને શખ્સોએ મહેસાણા ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિના આવેલી ડી 04 નમ્બરની વેરાઈ ટ્રેડર્સ નામની પેઢીમાંથી 60 કિલો રજકાની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. જ્યારે આ બંન્ને શખ્સો અન્ય ચોરીઓમાં સંડોવાયેલા છે કે કેમ તે સહિતની તપાસ હાથ ધરી ગણતરીના દિવસોમાં ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી હતી.


