મહેસાણા એલસીબીએ ચોરીના બાઇક સાથે ફરતાં બે શખ્સોને ઝડપી લીધા

April 14, 2023

પાંચ માસ અગાઉ પાટણમાં પાર્ક કરેલા બાઇકની ચોરી કરી હોવાની કબુલાત

મહેસાણા એલસીબીએ બે શખ્સોને ઝડપી બાઇક ચોરીનો ભેદ ઉકેલ્યોં

ગરવી તાકાત, મહેસાણા તા. 14 –  પાટણમાં જિલ્લામાં પાંચ માસ અગાઉ થયેલ બજાજ પલ્સર મોટર સાયકલની ચોરીમાં સંડોવાયેલા બે શખ્સોને મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી મોટર સાયકલ ચોરીનો ભેદ ઉકેલી બે શખ્સોને ઝડપી પાડ્યાં હતા.

મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પીઆઇ જે.પી.રાવની નેતૃત્વમાં પીએસઆઇ એમ.ડી.ડાભી તથા હે.કો, રશ્મેન્દ્રસિંહ, લાલાજી, રાજેન્દ્રસિંહ, જયસિંહ સહિત સ્ટાફના માણસો મહેસાણા શહેરમાં પોલીસ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન રશ્મેન્દ્રસિંહ તથા લાલાજીને સંયુક્ત રાહે બાતમી મળી હતી કે, એક નંબર વિનાનું બજાજ પલ્સર મોટર સાયકલ લઇને પાંચોટ બાયપાસથી મહેસાણા રાધનપુર સર્કલ તરફ આવનાર છે. જે બાતમીના આધારે મહેસાણા એલસીબીની ટીમે મહેસાણા વોચ ગોઠવી હતી.

આ દરમિયાન બાતમીવાળું બાઇક લઇને આવતાં શખ્સોને કોર્ડન કરી પોલીસે નામઠામ પુછતાં ઠાકોર વિશાલ ઉર્ફે જાેરુભા બળવંતસિંહ રહે. રાજગઢ ઠાકોરવાસ તા. વિસનગરવાળો તથા સોલંકી ભાવસિંગ વિનુભા રહે. કંબોઇ હઠાણી પાર્ટી, તા. કાંકરેજવાળો શખ્સ હોવાનું જણાવ્યું હતું જ્યારે મોટર સાયકલના કાગળ માંગતાં ગલ્લા તલ્લા કરવા લાગ્યાં હતા. જ્યારે વધુ પુછપરછ દરમિયાન બંન્ને શખ્સોએ આ મોટર સાયકલ પાંચ માસ અગાઉ પાટણ શહેરના શિવકૃપા સોસાયટીમાંથી ચોરી કરી હોવાનું કબુલાત કરતાં એલસીબીએ ૮૦ હજારના મોટર સાયકલ સાથે બે શખ્સોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0