મહેસાણા એલસીબી ઇન્ચાર્જ પીઆઇ જે.પી. રાવ ચાર્જના ખરા હકદાર

February 20, 2023

મહેસાણા જિલ્લા પોલીસતંત્રમાં અંદર ખાને ચાલતી ખાનગી ચર્ચાએ વેગ પકડ્યોં 

જે.પી.રાવ હાલ મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં ઇન્ચાર્જ તરીકેની ભૂમિકા ભજવી રહ્યા છે 

જે.પી.રાવના નેતૃત્વમાં તેમની સફળ કામગીરીને જોતાં ચાર્જના ખરા હકદાર તેમને મનાવામાં આવી રહ્યા છે

મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચે પકડેલા સોનાના દોરાની લૂંટના રીઢા આરોપીઓએ ક્યાં ક્યાં લૂંટ ચલાવી હતી

ગરવી તાકાત, મહેસાણા તા. 20 – મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પકડેલા દોરાની લૂંટ કરનાર મુખ્ય સૂત્રધાર સહિત ત્રણને પકડી પાડ્યાં હતા જેમની પુછપરછ દરમિયાન કુલ છ શખ્સોની ટોળકીઓ ભેગી મળીને મોટર સાયકલ પર રસ્તા પરથી એકલી પસાર થતી મહિલાઓના ગળામાંથી દોરાના લૂંટની ૨૧ ઘટનાઓને અંજામ આપ્યો હોવાની કબુલાતમાં કરી હતી. 

છેલ્લા કેટલાક સમયથી મહેસાણા જિલ્લામાં બનતી ચોરી, લૂંટ, હત્યાં, ચેઇન સ્નેચિંગ, વાહનચોરી, પ્રોહિબીશન સહિતના અનેક ગુનાઓના ભેદ મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પી.આઇ જે.પી.રાવના નેતૃત્વ હેઠળ એલસીબીની ટીમે સફળ અને પારદર્શક કામગીરી કરી અનેક વણઉકલ્યાં કેસોની મિસ્ટ્રી સુલજાવી અનેક ગુનાઓના ભેદ ઉકેલી ગુનેગારોને મુદ્દામાલ સાથે જેલના સળીયા પાછળ ધકેલી દીધા છે.

ત્યારે લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં ઇન્ચાર્જ તરીકેનો કાર્યભાર સંભાળ્યાં બાદ પી.આઇ જેપી રાવના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમની કામગીરી આંખે ઉડીને વળગે તે પ્રકારની છે ત્યારે તેમના નેતૃત્વ હેઠળ ટીમે અનેક મહત્વના ગુનાઓને ડામવામાં સફળતાં મેળવી છે. તે જાેતાં છેલ્લા કેટલાક સમયથી ઇન્ચાર્જ તરીકેનો ચાર્જ સંભાળતાં ઇન્ચાર્જ પીઆઇ જે.પી.રાવ ખરેખર ચાર્જના હકદાર માનવામાં આવી રહ્યા છે.

કયાં ક્યાં મહિલાઓને આરોપીઓએ દોરાના લૂંટની શિકાર બનાવી હતી

(૧) આજથી સાતેક દિવસ અગાઉ સાગર ઉર્ફે ટેચીયો દશરથજી બાઇક પર વિજાપુર બજાર ખત્રી કુવા પાસેથી પસાર થતી મહિલા ગળામાંથી દોરાની લૂંટ કરી હતી.
(૨) આજથી પંદર દિવસ અગાઉ ઠાકોર સાગર તથા મહમદ અદિલ મહમદે બાઇક પર કડીના ભાવપુરા સર્કલ પાસેથી પસાર થતી મહિલાના ગળામાંથી ચેઇન ઝૂંટવી હતી.
(૩) આજથી દોઢેક માસ અગાઉ કડીના વાસ્તલ્ય બંગ્લોઝ પાસેથી પસાર થતી મહિલાના ગળામાંથી ચેઇન ઝૂંટવી હતી.
(૪) આજથી છ માસ અગાઉ કલોલના જૈન વાડી નજીકથી પસાર થતી મહિલાના ગળામાંથી દોરાની લૂંટ કરી હતી.
(૫) આજથી બે માસ અગાઉ માણસા બસ સ્ટેશનથી ગોવર્ધન મંદિર પાસેથી પસાર થતી મહિલાના ગળામાંથી દોરાની લૂંટ ચલાવી હતી.
(૬) આજથી ચારેક માસ અગાઉ માણસાના લોદરા ગામની સીમમાં જીઇબી સર્કલ પાસેથી પસાર થતી મહિલાના ગળામાં દોરાની ચીલઝડપ કરી હતી.
(૭) આજથી પાંચેક માસ અગાઉ સાંથલના ખારા ગામના બસ સ્ટેન્ડ પાસેથી પસાર થતી મહિલાના ગળામાંથી ચેઇન ઝૂંટવી હતી.
(૮) આજથી નવેક માસ અગાઉ બાવલુના જેતપુરા ગામની સીમમાંથી પસાર થતી મહિલાના ગળામાંથી ચેઇનની લૂંટ ચલાવી હતી.
(૯) આજથી દોઢ માસ અગાઉ કડીના પ્રમુખ બંગ્લોઝ સરદાર ચોક પાસેથી પસાર થતી મહિલાના ગળામાંથી દોરાની ચીલઝડપ કરી હતી.
(૧૦) આજથી દોઢ માસ અગાઉ અમદાવાદ રાણીપ શાક માર્કેટ એસબીઆઇ બેંકની સામેથી પસાર થતી મહિલાના ગળામાંથી દોરાની લૂંટ ચલાવી હતી.
(૧૧) આજથી આશરે દોઢેક માસ અગાઉ રાણીપના નગરપુરા રોડ પરથી પસાર થતી મહિલાના ગળામાંથી દોરાના તફડંચી કરી હતી.
(૧૨) આજથી ત્રણેક માસ અગાઉ કડીના થોળ જવાના રોડ પરથી પસાર થતી મહિલાના ગળામાંથી દોરો ખેંચી લૂંટ ચલાવી હતી.
(૧૩) આજથી સાડા ત્રણેક માસ અગાઉ આંબલિયાસણ અલ્પેશચોકથી જમનાપુર તરફ જતાં રોડ પરથી પસાર થતી મહિલાના ગળામાંથી દોરાની લૂંટ ચલાવી હતી.
(૧૪) આજથી સાડા ચાર માસ અગાઉ મહેસાણાના એરોડ્રામ શાક માર્કેટ પાસેથી પસાર થતી મહિલાના ગળામાંથી ચેઇન ઝૂંટવી હતી.
(૧૫) આજથી ચારેક માસ અગાઉ કડીના થોળ રોડ પરથી એક મહિલાના ગળામાં સોનાની ચેઇન ઝૂંટવી હતી.
(૧૬) આજથી સાડા ત્રણ માસ અગાઉ અમદાવાદના બોપલ વિસ્તારની સોસાયટીમાંથી પસાર થતી મહિલાના ગળામાંથી દોરાની તફડંચી કરી હતી.
(૧૭) આજથી સાડા ત્રણ માસ પહેલા ગોઝારીયા ડેરીની આગળ રોડ પરથી પસાર થતી એક મહિલાના ગળામાંથી ચેઇન ઝૂંટવી લૂંટ ચલાવી હતી.
(૧૮) આજથી સાડા ચારેક માસ અગાઉ કડીના ઉબખલ ગામના રોડ પરથી પસાર થતી મહિલાના ગળામાંથી સોનાના દારોની લૂંટ ચલાવી હતી.
(૧૯) આજથી સાડા ચાર માસ અગાઉ વિજાપુરના મણીપુરા ગામ રોડ પરથી પસાર થતી એક મહિલાના ગળામાંથી ચેઇન ઝૂંટવી હતી.
(૨૦) આજથી સાડા પાચેંક માસ અગાઉ પુંધરા ગામે રોડ પરથી પસાર થતી મહિલાના ગળામાંથી દોરાની લૂંટ ચલાવી હતી.
(૨૧) આજથી અઠવાડીયા અગાઉ માણસ બસ સ્ટેશન નજીક રોડ પરથી પસાર થતી મહિલાના ગળામાં સોનાનો દોરો ઝૂંટવી લૂંટ ચલાવી હતી.

સોનાના દોરાના લૂંટની સંડોવણીમાં ધરપકડ કરાયેલા આરોપીઓ

(૧) ઠાકોર સાગર ઉર્ફે ટેચીયો દશરથજી રહે. લાકરોડા તા. માણસા, જિલ્લો ગાંધીનગર
(૨) શેખ મહમદ આદિલ મહમદ ઇલિયાસ રહે. પ્રાંતિજ બારકોડા ભોઇવાસની સામે પ્રાંતિજ
(૩) સોની વસંતકુમાર રતીલાલ રહે. માણસા, જીલ્લો ગાંધીનગર

સોનાના દોરાની લૂંટમાં સંડોવાયેલા ફરાર આરોપી

(૪) રંજન બચુભાઇ ઠાકોર રહે. કુંડાળ તા. કડી
(૫) સિપાહી આસીફખાન ઉર્ફે ફતિયો કાસમભાઇ રહે. દેવુસણા
(૬) અજયજી રમેશજી ઠાકોર રહે. કુંડાળ તા. કડી. જીલ્લો મહેસાણા

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0