મહેસાણા શહેરમાં જાહેર સુલેહ શાંતિનો ભંગ થાય તેવા ગુન્હાઓ બાબતે 9 શખ્સોની ધરપકડ કરી પાસા હેઠળ જેલ હવાલે કરાયાં છે. જેમાં સદર આરોપીઓ એકથી વધુ ગુનામાં સંડોવાયેલા હતા. શહેર પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને જાળવી રાખવા માટે અસામાજીક પ્રવૃત્તીઓમાં સામેલ 9 શખ્સોની પાસા હેઠળ અટકાયત કરી તેમને રાજ્યની અલગ અલગ જેલમાં ધકેલ્યા છે.
મહેસાણા પોલીસના અલગ અલગ વિભાગો દ્વારા લોકોમાં ભય ફેલાવતા તથા દેશી- વિદેશી દારૂનો સંગ્રહ વેચાણ તથા હેરાફેરી જેવી પ્રવૃત્તિઓ પર રોક લગાવવા માટે આવી અસામાજીક પ્રવૃત્તિઓ કરતા તત્વો વિરુદ્ધ કડક હાથે કામ લેવામા આવેલ છે. અલગ અલગ ગુનાઓમાં સામેલ ઠાકોર કિરણ ગણેશજી(રહે – વડનગર), ઠાકોર રાકેશ નટવરજી(રહે – વડનગર), ઠાકોર સહદેવ દશરથજી (રહે – વડનગર),બીહોલા હિતેન્દ્રસીંહ ધર્મેન્દ્રસીંહ (રહે -હિમ્મતનગર) ઝાલા પ્રતાપસિંહ ઉપેન્દ્રસીંહ(રહે – કટોસણ), ઝાલા છનુભા સુધીરસીંહ (રહે – રામપુરા-રાંતેજ), ઝાલા વિજયસીંહ દશરથસિંહ(રહે – કટોસણ), ઝાલા પ્રક્રાસસીંહ ઉપેન્દ્રસીંહ(રહે – કટોસણ), ચૌધરી રમેશભાઈ હીરાભાઈ(રહે – ઉનાવા) ની સામે પાસા (પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટીવીટીઝ) હેઠળ પગલા લેવાની દરખાસ્ત LCB પોલીસ ઈન્સપેક્ટર દ્વારા તૈયાર કરી નિર્ણય અર્થે જિલ્લા મેજીસ્ટ્રેટને મોકલી આપવામાં આવેલ હતી. જેથી તેમના દ્વારા પાસા વોરંટ ઈસ્યુ થયા હતા.
આ દરખાસ્તનો આધારે 9ને જાહેર વ્યસ્થાને પ્રતિકુળ હોઇ તે તેમની અલગ અલગ સ્થળેથી અટકાયત કરી (1) ઠાકોર કિરણ ગણેશજીને રાજકોટ જેલ, (2)ઠાકોર રાકેશ નટવરજીને વડોદરા જેલ, (3)ઠાકોર સહદેવ દશરથજીને અમદાવાદ જેલ (4) બીહોલા હિતેન્દ્રસીંહ ધર્મેન્દ્રસીંહને રાજકોટ જેલ (5)ઝાલા પ્રકાશસિંહ ઉપેન્દ્રસીંહને સુરત જેલ (6)ઝાલા છનુભા સુધીરસીંહને અમદાવાદ જેલ (7)ઝાલા વિજયસીંહ દશરથસિંહને ભુજ જેલ(8)ઝાલા પ્રક્રાસસીંહ ઉપેન્દ્રસીંહને વડોદરા જેલ તથા (9)ચૌધરી રમેશભાઈ હીરાભાઈને વડોદરા જેલમાં ધકેલવામાં આવ્યા છે.


