મહેસાણા એલસીબી અને બહુચરાજી પોલીસે ૫૧.૩૫ લાખની મત્તા સાથે 5 લૂંટારૂઓને દબોચ્યા

શેર કરવા અહીં ક્લિક કરો.

— બહુચરાજી હારીજ જવાના માર્ગ પર ૭ શખ્સોએ ૬૮.૬૯ લાખની લૂંટની ઘટનાને અંજામ આપ્યોં હતો :

— લૂંટની ઘટનામાં સંડોવાયેલા સાત પૈકી બે આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર :

ગરવી તાકાત મહેસાણા : તાજેતરમાં બહુચરાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાખો રૂપિયાની લૂંટની ઘટના બની હતી જેમાં ફરિયાદી પોતાની કાર લઇ બહુચરાજીથી હારીજ જવા નીકળેલ તે દરમિયાન અગાઉથી લૂંટારૂ શખ્સો પોતાના નક્કી કરેલા પ્લાન મુજબ ફરિયાદીને એકાંત રોડ પર ફરિયાદીની કાર રોકી કારના કાચ તોડી મારમારી ફરિયાદી પાસે થેલામાં રહેલા ૬૮.૬૯ લાખ રૂપિયાની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. જે બાબતે ભોગ બનનારે બહુચરાજી પોલીસ મથકે લૂંટની ઘટના બાબતે ફરિયાદ નોંધાવી હતી. જાે કે ટૂંક સમયમાં બહુચરાજી પોલીસ અને એલસીબીએ ગુનાનો ભેદ ઉકેલી લૂંટ કરનાર પાંચ આરોપીઓને ઝડપી ૫૧.૩૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો જ્યારે બે હજુ પણ બે આરોપીઓ ફરાર છે.

બહુચરાજીથી હારીજ જવાના રોડ ઉપર રેલવે ફાટક નજીક ગત તા. ૧૯-૧૦-૨૦૨૨ના રોજ ૬૮.૬૯ લાખ રૂપિયાની લૂંટ થયાની ઘટના બની હતી. જેમાં ફરિયાદી પોતાની કાર લઇ પોતાની પાસે રહેલા ૬૮, ૬૯, ૩૨૦ રૂપિયા લઇને બહુચરાજીથી હારીજ તરફ જવા નીકળ્યા હતા. આ દરમિયાન અગાઉથી રેકી અને વોચ રાખી રહેલા અજાણ્યા ઇસમોએ ફરિયાદીની કાર રોકી કારના કાચ તોડી માર મારી તેમની પાસે રહેલા રૂપિયા ભરેલા થેલાની લૂંટ ચલાવી ચલાવી લૂંટારા ફરાર થઇ જતાં આ બાબતે ફરિયાદીને બહુચરાજી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવતાં બહુચરાજી પોલીસે ઇપીકો કલમ ૩૯૪, ૧૧૪ તથા ૧૨૦(બી), જીપીએક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

તો સાથે સાથે આ લૂંટના ગુનાના ઝડપથી ભેદ ઉકેલવા માટે જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ આ લૂંટનો ભેદ ઉકેલવાના ગુનામાં મદદરૂપ બની બહુચરાજી પોલીસ અને એલસીબીની સંયુક્ત ટીમ પૈકી બહુચરાજી પીઆઇ એ.એન.સોલંકી, બહુચરાજી પીએસઆઇ એલ.એમ.પુરોહિત, ઇન્ચાર્જ એલસીબી પીઆઇ જે.પી.રાવ, એલસીબી પીએસઆઇ એ.કે.વાઘેલા સહિત પોલીસ સ્ટાફ ની ટીમે ટૂંક સમયમાં આ ૬૮.૬૯ લાખની લૂંટની ઘટનાનો પર્દાફાશ કરી લૂંટની ઘટનામાં સંડોવાયેલા પાંચ આરોપીઓને રૂા. ૫૧.૩૫ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યાં હતા. જ્યારે આ લૂંટની ઘટનામાં સંડોવાયેલા અન્ય બે શખ્સો હજુ પણ પોલીસ પકડથી દૂર નાસતાં ફરતાં હોઇ તેમને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

— પકડાયેલા આરોપીઓના નામ તથા લૂંટમાં સંડોવણી :

(૧) રાજુભાઇ ગોવિંદભાઇ ભરવાડ રહે. બેચર, રામાપીરના મંદિરની સામે, ભરવાડવાસ તા. બહુચરાજી ( જેને આરોપી નિતીન સાથે સંપર્કમાં રહીને ફરિયાદીનો પીછો કરી લોકેશન મેળવ્યું હતું :

(૨) મહેશજી પુનાજી ઠાકોર રહે. કોઠારપુરા, ઠાકોરવાસ તા. બહુચરાજી ( લૂંટના ગુનામાં જાેડે રહી લૂંટ કરી હતી.)

(૩) નિતીન દશરથજી ઠાકોર રહે. કુકરાણા રોડ, ઝાપટપુરા વિસ્તાર, હારીજ (ફરિયાદીના સંબંધીઓ પાસે ડ્રાઇવર તરીકે નોકરી કરી ખાનગી રીતે ફરિયાદીની મુવમેન્ટ બાબતે માહિતી મેળવી રાજુ ભરવાડ સુધી પહોંચાડી હતી.)

(૪) પ્રધાનજી વશરામજી ઠાકોર રહે. બહુચરાજી, રેલવે સ્ટેશન, ઠાકોરવાસ (લૂંટના ગુનામાં જાેડે રહી લૂંટ ચલાવી હતી.)

(૫) જગતસિંહ ઉર્ફે જશુભા ઉદેસંગ વાઘેલા રહે. બહુચરાજી, કાશી વિશ્વનાથ મંદિર પાસે, (લૂંટના ગુનામાં જાેડે રહી લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો)

— લૂંટના ગુનામાં પોલીસ પકડથી ફરાર આરોપીઓ :

(૬) રાહુલજી ઉર્ફે સંજય જયંતિજી ઠાકોર રહે. બહુચરાજી, ઇન્દીરાનગર પાછળ, હારીજ રોડ, કનૈયાનગર :

(૭) વિરૂ કુવરસંગ ઉર્ફે બકાજી ઠાકોર રહે. બહુચરાજી, રેલવે સ્ટેશન ઠાકોરવાસ :

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.