ગરવી તાકાત મહેસાણા : પાંચ વર્ષ પૂર્વે મહેસાણાના અંબાજી પરા વિસ્તારમાં થયેલી મારામારીમાં યુવકને માથામાં ધારિયું મારનાર આરોપીને હત્યાના પ્રયાસના ગુનામાં દોષિત ઠેરવી મહેસાણા કોર્ટે 7 વર્ષની સજા અને રૂ.10 હજાર દંડનો હુકમ કર્યો મહેસાણાની સર્વમંગલ સોસાયટીમાં રહેતો ઠાકોર કમલેશજી નથાજી પાંચ વર્ષ પૂર્વે 26 નવેમ્બરના રોજ પરા અંબાજી મંદિરમાં દર્શન કરીને રાત્રે લાઈબ્રેરી સામે આવેલા સ્ટેન્ડ પર મિત્ર સાથે બેઠો.

તે સમયે રેલનગરમાં રહેતો મેહુલ રમેશભાઈ મકવાણા (વાલ્મિકી) ગાડી લઈને આવ્યો અને કમલેશ સાથે અગાઉ થયેલી મારામારીની અદાવત રાખી ધારિયાથી હુમલો કરતાં ગંભીર ઇજાઓ થઇ તેણે પોતાની પર હુમલો કરનારા મેહુલ વાલ્મિકી અને તેની સાથે આવેલા દીપેશ ઉર્ફે સની શૈલેશકુમાર જૈન (રહે. અંબાજીનગર સોસાયટી)
![]()
અને ઇકોચાલક મુકેશ વાઘેલા સહિત ત્રણ સામે એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી આ કેસ મંગળવારે ચાલી જતાં સરકારી વકીલ ભરતભાઈ જી. પટેલની દલીલોને આધારે સેશન્સ જજ એ.એલ.વ્યાસે હત્યાના પ્રયાસની કલમ 307માં દોષિત ઠેરવી મેહુલને 7 વર્ષની સખત કેદની સજા અને રૂ.10 હજાર દંડ ફટકાર્યો.


