મહેસાણા જિલ્લાના વિજાપુરમાં સ્ટુડિયોમાં ચોરી કરનારા આરોપીના મહેસાણા કોર્ટે જામીન ફગાવ્યા

June 1, 2022

ગરવી તાકાત મહેસાણા : મહેસાણા જિલ્લામાં આવેલા વિજાપુર ખાતે થોડા દિવસ અગાઉ સિટીમાં આવેલા એક સ્ટુડિયોમાં શટરનું તાળું તોડી તસ્કર કિંમતી કેમેરાનો સામાન ચોરી રફુચક્કર થયો હતો. જેના મામલે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો.

આ કેસના આરોપીએ સ્ટુડિયોમાંથી કુલ 56 હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી હતી.આરોપીએ મહેસાણા કોર્ટમાં પોતાની રેગ્યુલર જમીન અરજી સેશન્સ કોર્ટમાં કરી  જ્યાં સરકારી વકીલ ભરત કુમાર જી પટેલે કોર્ટ સમક્ષ પોતાની દલીલ રજૂ કરતા જણાવ્યું કે આરોપી જમીન મેળવ્યા બાદ અન્ય ટોળકીમાં શામેલ થઈ અન્ય સ્થળે ગુના કરી શકે. જેથી આ દલીલો કોર્ટે ગ્રાહ્ય રાખી આરોપીના જામીન ફગાવ્યા હતા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0