બી ફાર્મ કરતી યુવતીની એક તરફી પ્રેમમાં કરાઈ હતી હત્યા, આ કેસમાં ધરપકડ કરાયેલા પ્રણવ ગામીતને કોર્ટમાં રજૂ કરાયો..
પ્રણવ ગામીત ને 3 દિવસના રિમાન્ડ ઉપર સોંપતી મહેસાણા ચીફ કોર્ટ
સરકારી વકીલ વિજય બારોટની દલીલ આધારે કોર્ટે આરોપીના રિમાન્ડ મંજુર કર્યા
ગરવી તાકાત, મહેસાણા તા. 04- તાજેતરમાં વડસ્મા કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીની પ્રેમ પ્રકરણમાં બ્રેક થવાના મામલે વડસ્મા ફાર્મસી કોલેજમાં અભ્યાસ કરતી યુવતિની નાક મોઢુ દબાવી રિસર્ચ લેબમાં હત્યા કરી તે પહેલાં લેબમાં હત્યા કરી દેવામાં આવી હતી અને આરોપી વિદ્યાર્થી તેણીનો ફોન લઇ રાજસ્થાન ભાગી ગયો હતો. જો કે આ મામલે લાંઘણજ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં આ વિદ્યાર્થી યુવક હત્યારો હોવાનું સામે આવતાં લાંઘણજ પોલીસ તેના પ્રણવ દલસુખભાઇ ગાવિત રહે. જોગવેલ, પટેલ ફળિયું, તા. કપરાડા, જિલ્લો વલસાડ ખાતેથી ઝડપી લાવી હતી. જેેને આજ રોજ મહેસાણા કોર્ટમાં હાજર કરવામાં આવ્યોં હતો. જ્યાં સરકારી વકલી વિજય બારોટની દલીલો મુજબ હત્યા કરનાર આરોપી પોલીસને સાથ સહકાર ન આપતો હોઇ અને આવા ગંભીર ગુનાને અંજામ આપનાર આરોપી પાસે વધુ કડી મેળવવા કોર્ટમાં તેના રિમાન્ડની માંગણી કરતાં સરકારી વકીલ વિજય બારોટની ધારદાર દલીલોને ધ્યાનમાં લેતાં મહેસાણા કોર્ટે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.

આ હત્યાની વિગત મુજબ જિલ્લાના ઉમરગામ તાલુકાના કચીગામની એક વિદ્યાર્થિનીનો મૃતદેહ મહેસાણાના વડસ્માની એક ફાર્મસી કોલેજમાંથી મળી આવ્યો હતો. જો કે, શરૂઆતમાં વિદ્યાર્થિનીએ દવા પીને આપઘાત કર્યો હોવાની વાતો વહેતી થઈ હતી. પરંતુ દીકરીના મોત મામલે પરિવારજનોએ ગંભીર આક્ષેપો કર્યા છે. એક યુવકના નામ જોગ પરિવારે આક્ષેપ કરી તેમની દીકરીએ આત્મહત્યા નહીં પરંતુ દીકરીની હત્યા કરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો કર્યા હતા.
તેથી પરિવારજનો ગંભીર આક્ષેપને ધ્યાને લેતાં મૃતક વિદ્યાર્થિનીનો મોબાઇલ પ્રણવ નામનો યુવક ઉપયોગ કરી રહ્યો હતો અને તિતિક્ષાના મોત મામલે તપાસને ગેરમાર્ગે દોરવા તિતિક્ષાના જ નંબર પરથી સ્ક્રીનશોટ વાયરલ કરી અને સમગ્ર મામલાને અલગ સ્વરૂપ આપવામાં પ્રયાસ કર્યો હોવાનો પરિવારજનો જણાવ્યું હતું. આથી આ મામલામાં ઊંડાણપૂર્વક અને તટસ્થ તપાસ કરવામાં આવે અને તેમની દીકરીને ન્યાય મળે તેવી પરિવારજનો માંગ કરતાં લાંઘણજ પોલીસે તપાસ હાથ ધરી હતી.
આ મામલે આજે પોલીસે હત્યારા આરોપી પોલીસને સાથ સહકાર ન આપતો હોવાનું જણાવી મહેસાણા કોર્ટના સરકારી વકીલ વિજય બારોટે કોર્ટમાં ધારદાર દલીલો કરી હતી જેને પગલે કોર્ટે હત્યા કરનાર આરોપીના ત્રણ દિવસના રીમાન્ડ મંજુર કર્યા છે જેને પગલે આ મોત મામલે વધુ ખુલાસા બહાર આવશે.


