ધોકા વડે કરાયેલા હુમલામાં બે શખ્સોને 3 વર્ષની સખત કેદની સજા ફટકારતી મહેસાણા ચીફ જ્યુડિશયલ કોર્ટ  

June 24, 2023
આજથી અંદાજિત સાડા છ વર્ષ અગાઉ નાયક સમાજની વાડીનું ભાડું વધારે લેવા બાબતે બી. ડિવીઝન પોલીસમાં બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી
નાયક સમાજના જ બે પક્ષો વચ્ચે થયેલી બોલાચાલીમાં બે શખ્સોએ ધોકા વડે હુમલો કરી ફરિયાદીનો હાથ ફ્રેકચર કર્યો હતો 
Sohan Thakor- મહેસાણા તા. 24- અંદાજિત સાડ છ વર્ષ અગાઉ મહેસાણામાં નાયક ભોજન કેળવણી મંડળની વાડી ખાતે વધારે પડતું વાડીનું ભાડું લેવા બાબતે બોલાચાલી બાદ એક શખ્સ પર સમાજના જ બે શખ્સોએ ધોકા વડે હુમલો કરી હાથ ફ્રેકચર કરી દીધો હતો જે બાબતે બી ડિવિઝનમાં બે શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે કેસ મહેસાણા ચીફ જ્યુડિશયલ મેજીસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં  ચાલી જતાં કોર્ટે બંન્ને આરોપીઓને  કલમ 325ના ગુનામાં ત્રણ વર્ષની સખત કેદ અને ત્રણ હજાર દંડ ફટકાર્યો હતો અને દંડ ન ભરે તો વધુ છ માસની સજાનો હુકમ કર્યો હતો. જ્યારે ભારતીય સંહિતાની  કલમ 323 મુજબ છ માસની સાદી  કેદની સજા અને રૂા. 500નો દંડ ફટકાર્યો હતો દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સરજાનો હુકમ કર્યો હતો.
ગત તા. 23-10-2016ના રોજ મહેસાણા નાયક ભોજક કેળવણી મંડળમાં ફરિયાદી યોગેશભાઇએ કહ્યું હતું કે સંસ્થાનું (વાડીનું) ભાડુ કેમ વધારે લીધું છે તેમ કહી ફરિયાદી યોગેશભાઈ એન.નાયક ઉપર ઉશ્કેરાઇ જઇ ગાળો બોલી હત્યા કરાવી નાખવાની  ધમકી આપી હતી. આ દરમિયાન બીજા દિવસે તા. 24-10-2016ના રોજ નાયક સમાજની વાડીમાં આવી ફરિયાદી યોગેશભાઈને દિનકર ચંદુલાલ નાયક તથા સતિષકુમાર જયંતિલાલ નાયકે કેમ મારા ભાઇ તથા મામાને ગાળો બોલતો હતો તેમ કહી એકબીજાની મદદગારીથી યોગેશભાઇ પર ધોકા વડે હુમલો કરી હાથની કોણી ફ્રેકચર કરી નાખી  મોબાઇલ તથા સોનાનો દોરો નીચે પાડી દઇ જાનથી મારી નાખવાની  ધમકી આપી જતાં રહ્યાં  હતા. જ્યારે ઇજાગ્રસ્ત યોગેશભાઇને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયાં  હતા.
આ  બાબતે યોગેશભાઇ નાયકે બી ડિવિઝન પોલીસે મથકે સાયોના પાર્ક સોસાયટી, રાધનપુર રોડ મહેસાણા અને મૂળ રહે. પાંચોટના દિનકર ચંદુલાલ મગનલાલ નાયક તથા આનંદનગર સોસાયટી, અંબિકાનગરની બાજુમાં  વિસનગર રોડ ખાતે રહેતા સતિષકુમાર જયંતિલાલ નાયક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંંધાવતાં પોલીસે કલમ 323,325,403,504, 506 (2) તથા જીપીએક્ટની કલમ 135 મુજબ ગુનો નોંધ્યોં હતો.
જે કેસ તા. 22-6-23ના રોજ  મહેસાણા ચીફ જ્યુડિશયલ મેજીસ્ટ્રેટ પ્રેમ હંસરાજસિંહની કોર્ટમાં ચાલી જતાં કોર્ટે આરોપીઓ પક્ષે એડવોકેટ મણાજી ઠાકોરની બચાવ પક્ષની  દલીલો સાંભળ્યાં બાદ ફરિયાદી યોગેશભાઇ નાયક પક્ષના સરકારી વકલી ધ્રુવ આર યાજ્ઞિકની ધારદાર દલીલો તથા પુરાવાના ધ્યાને લઇ કોર્ટે બંને આરોપી દિનકર ચંદુલાલ નાયક તથા સતિષકુમાર જયંતિલાલ નાયકને ફોજદારી કાર્યરીતી સંહિતાની કલમ 248 (2) અન્વયે ભારતીય સંહિતાની કલમ 325 સાથે કલમ 114ના શિક્ષાપાત્ર ગુનામાં આરોપીઓને ત્રણ વર્ષની સખત કેદની સજા અને રુ. 3000નો દંડ ફટકારવામાં આવે છે. અને જો દંડ ન ભરે તો વધુ છ માસની સજાનો હુકમ કર્યો છે. તેમજ આ બંન્ને આરોપીઓને કલમ 323ના ગુનામાં છ માસની સાદી કદેની સજા અને 500 રૂપિયાના દંડની સજાનો હુકમ કર્યો છે અને જો દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સજાનો હુકમ કર્યો હતો.
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0