મહેસાણા ભાજપના કોષાધ્યક્ષે દાસજ ગામના સરપંચ, ઉપસરપંચના ભ્રષ્ટાચાર મામલે CMને લખ્યો પત્ર

November 30, 2021

ભારતીય જનતા પાર્ટીના મહેસાણા જીલ્લાના કોષાધ્યક્ષે સીએમ ને પત્ર લખી દાસજ ગામના સરપંચ તથા ઉપસરપંચ વિરૂદ્ધ કાર્યવાહી કરવા રજુઆત કરી છે. જેમાં સરપંચ અને ઉપસરપંચે ભેગા મળી છેલ્લા 4 વર્ષમાં ખુબ ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો આરોપ છે. 

મહેસાણા ભાજપના કોષાધ્યક્ષ જે  રેખાબેન પંચાલે ઉંઝા તાલુકાના દાસજ ગામના સરપંચ ચૌહાણ મોહનભાઈ ડાહ્યાભાઈ તથા ઉપસરપંચ આબીદઅલી પઠાણ વિરૂધ્ધ નાણાકીય ઉચાપતનો ગંભીર આરોપ લગાવી મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. જેમાં તેમને સીએમને રજુઆત કરતાં જણાવ્યુ છે કે, મનરેગામાં કથિત ગોટાળા મામલે રેખાબેને તાલુકા વિકાસ અધિકારીની કચેરીએ આઈટીઆઈમાં માહિતી માંગી હતી પરંતુ આજ દિન સુધી કોઈ માહીતી આપવામાં આવી નથી. આ સીવાય ગામતળની જમીન પર આવેલ પુષ્પાવતી નદીમાં 50 લાખ જેટલી રમકની ખનીજ ચોરીમાં પણ બન્નેની સંડોવણી છે. નવા ગ્રામ પંચાયતના મકાનના બાંધકામમાં પણ પૈસા ઘરભેગા કર્યા છે. તથા ગ્રામ પંચાયતના લોકફાળા તેમજ ટેક્ષના પૈસાના ખોટા વાઉચરો બનાવી ઉચાપત કરેલ છે. જેથી આ મામલે ભાજપના જીલ્લા કોષાધ્યક્ષે સીએમને પત્ર લખ ભ્રષ્ટાચારની તપાસ કરવા રજુઆત કરી છે. તમને જણાવી દઈયે કે, રેખાબેન દાસજ ગ્રામ પંચાયતના સદસ્ય પણ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ પત્રમાં રેખાબેન પંચાલે એ પણ ઉલ્લેખ કર્યો છે કે, સરપંચ અને ઉપસરપંચ વિરોધ પક્ષના છે. કથીત ભ્રષ્ટાચારના આરોપી વિરોધ પક્ષના હોવાથી સીએમ દ્વારા આ મામલે તુંરત પગલા ભરવામાં આવશે કે કેમ તે જોવાનુ રહ્યુ ?

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0