- ભારતમાં સૂર્યગ્રહણ દેખાશે નહિ. વિશ્વમાં ચાર કલાક આઠ મિનિટનો નજારો
- તા. 4 ડિસેમ્બરે વિશ્વમાં રોમાંચકારી અવકાશી ખગોળીય ઘટના
- વિશ્વના અમુક પ્રદેશોમા ખગ્રાસ બાકીના પ્રદેશમાં ખંડગ્રાસ સૂર્યગ્રહણ દેખાશે
- ગ્રહણ સમયે વૈજ્ઞાનિકો માનવ કલ્યાણકારી સંશોધનો કરશે
- સૂર્યગ્રહણ નરી આંખે જોવું અતિ જોખમકારક
- ચંદ્ર–સૂર્યગ્રહણનો માત્ર અવકાશી ખગોળીય ઘટના, પરિભ્રમણની રમત
- ભારતમાં ગ્રહણ સંબંધી વેધાદિ નિયમો, સુતક–બુતક બોગસ : જયંત પંડયા
અમદાવાદ : દુનિયાના દેશો અને અમુક પ્રદેશોમાં શનિવાર તા. 4 ડિસેમ્બરે કેટલાક પ્રદેશોમાં – દેશોમાં ખગ્રાસ અને ખંડગ્રાસ ગ્રહણનો અદ્દભુત અવકાશી નજારો જોવા મળવાનો છે. આ ગ્રહણ ભારતમાં દેખાશે નહિ. વિશ્વના વૈજ્ઞાનિકોએ માનવ કલ્યાણકારી સંશોધનો માટે પોતાનું નિયત સ્થળની પસંદગી કરી લીધી છે. આ ગ્રહણ એન્ટાર્કટીકામાં ખગ્રાસ અને દક્ષિણ આફ્રિકા, દક્ષિણ એટલાન્ટીકામાં ખંડગ્રાસ સ્વરૂપે અદ્દભુત અલૌકિક નજારો જોવા મળશે. સૂર્યગ્રહણ નરી આંખે જોવું અતિ જોખમકારક છે. ભારતમાં ગ્રહણ સંબંધી વૈધાદિ નિયમો, સુતક–બુતક વર્તમાન સમયમાં અપ્નસ્તુત, અવૈજ્ઞાનિક સાથે બોગસ છે. ભારત જન વિજ્ઞાન જાથાની કચેરી દેશભરમાં ગ્રહણની વૈજ્ઞાનિક સમજ સાથે સદીઓ જુની ગેરમાન્યતાનું ખંડન કરી લેભાગુઓની આગાહીઓ, ફળકથનોની હોળી કરશે.
સંવત 2078 ના કારતક વદ કૃષ્ણપક્ષ અમાસને તા. 4 ડિસેમ્બર શનિવારના રોજ વૃશ્ચિક રાશી, જયેષ્ઠા નક્ષત્રમાં થનારૂ ખગ્રાસ અને ખંડગ્રાસ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહિ. જયારે વિશ્વના અમુક પ્રદેશોમાં–દેશોમાં અવકાશી ઘટના અલૌકિક જોવા મળશે. એન્ર્ટાકટિકામાં ખગ્રાસ અને દક્ષિણ આફ્રિકા અને દક્ષિણ એટલાન્ટીકામાં ખંડગ્રાસ સ્વરૂપે અદ્દભુત જોવા મળવાનું છે. વર્ષ 2021 નું આખરી છેલ્લું ગ્રહણ નિહાળવા વૈજ્ઞાનિકો, ખગોળપ્નેમીઓ થનગની રહ્યા છે. આ ગ્રહણ ભારતમાં લોકોને જોવા મળશે નહિ. ટી.વી., ઈન્ટરનેટ માધ્યમમાંથી અદ્દભુત નજારો જોવા મળશે. એન્ટાર્કટિકામાં જબરી તૈયારીઓ ચાલી રહી છે.
ભૂમંડલે ભારતીય સમય મુજબ ગ્રહણ સ્પર્શ : 10 કલાક 59 મિનિટ 18 સેકન્ડ, ગ્રહણ સંમીલન : 12 કલાક 30 મિનિટ 03 સેકન્ડ, ગ્રહણ મધ્ય : 13 કલાક 03 મિનિટ 28 સેકન્ડ, ગ્રહણ ઉન્મીલન : 13 કલાક 36 મિનિટ 39 સેકન્ડ, ગ્રહણ મોક્ષ : 15 કલાક 07 મિનિટ 29 સેકન્ડ, ગ્રહણનું ગ્રાસમાન : 1.37 અને મધ્ય 01 મિનિટ 7 સેકન્ડ સ્થિરતા રહેશે. જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે ભારતમાં ખગ્રાસ કે ખંડગ્રાસ સૂર્યગ્રહણ જોવા મળવાનું નથી. વિશ્વના અમુક દેશ–પ્રદેશોમાં આશરે ચાર કલાક આઠ મિનિટ સુધીગ્રહણનો અવકાશી નજારો આબેહુબ જોવા મળવાનો છે. આ ગ્રહણ અદ્દભુત–અલૌકિક છે. જીંદગીનો યાદગાર પ્રસંગ છે. માનવ જાતે વિજ્ઞાન ઉપકરણથી જોવાલાયક નજારો છે. વિશ્વના વૈજ્ઞાનિકોએ પોતાની જગ્યા નિયત કરી વ્યવસ્થા આરંભી દીધી છે.
વિશ્વના વૈજ્ઞાનિકો અદ્યતન સાધનોથી લોકકલ્યણકારી સંશોધનો કરશે. ગ્રહણની અસરો, પશુ–પંખી–પક્ષી અને તેની ગતિવિધિ સાથે સાર્વત્રિક અભ્યાસ કરશે. વિશ્વ આખું તા. 4 ડિસેમ્બરે ટી.વી. માં ગ્રહણ સંબંધી વિસ્તૃત માહિતી આપશે. ઘર બેઠા નજરે ગ્રહણ જોઈ શકાય છે. ચંદ્ર–સૂર્યગ્રહણનો માત્ર ને માત્ર અવકાશી ખગોળીય ઘટના ભૂમિતિની રમત, પરિભ્રમણના કારણે ઘટના બને છે. લાખો–કરોડો માઈલ દૂર અવકાશી ઘટના બને છે તો પણ વૈજ્ઞાનિકો માનવ જાતની સુખાકારી માટે સંશોધનો કરે છે. જયારે ભારતમાં સદીઓથી લેભાગુ આગાહીકારો પાસે એકપણ વિજ્ઞાન ઉપકરણ વગર, કપોળકલ્પિત ચોપડીના આધારે ફળકથનો કરી લોકોને ઊંધા–અવળે માર્ગે વાળે છે. ભૌગોલિક, રાજકીય, સામાજિક, રાશિ ફળકથનો, ક્રિયાકાંડો વગેરે જાતજાતના તૂત લોકોના માથા ઉપર મુકે છે. લોકોને માનસિક પછાત રાખવાનું ષડયંત્ર કહી શકાય.
જ્યોતિષીઓ જનતાને મુર્ખ બનાવવાનુ કામ કરે છે. વિજ્ઞાન જાથા
ભારતમાં મોટાભાગના જયોતિષીઓને ખગોળનું જ્ઞાન જ નથી. વર્ષો જુની ચોપડીમાંથી જોઈ ફળકથનો કરે છે. જાથાએ કહેવાતા મોટા માથાના લેભાગુઓને ખુલ્લા મેદાનમાં લઈ જઈ આકાશમાં રાશિ, નક્ષત્ર, ગ્રહણો બતાવવા કહ્યું તેમાંથી એક પણ ગ્રહ–રાશી નામ સહિત બતાવી શકયા ન હતા. માત્ર લોકોને ઉલ્લું બનાવવમાં બેહદ હોંશિયાર સાબિત થયા હતા. પોતાના ફળકથનોના ધંધામાં ગ્રહોના મંત્ર–જાપ, નિવારણ હોમ, કર્મકાંડ કરાવવામાં પાવરધા સાબિત થયા હતા. લેભાગુએ જાથાને કહ્યું કે માનવજાતને ગ્રહો નડતા જ નથી તેવું કહેવામાં આવે તો રોજગારી કયાંથી મેળવવી ? ભય–ડર બતાવો તો જ ગ્રહ નિવારણ કરવામાં આવે છે. તેથી જાત–જાતના વિધિ–વિધાન બતાવવામાં આવે છે તેવી નિખાલસતા બતાવી હતી. ચંદ્ર–સૂર્યગ્રહણનો માનવજાતને નડતા જ નથી તેવું વિજ્ઞાને સાબિત કરી આપ્યું છે છતાં ભારતમાં લેભાગુઓનો ધંધો આજે પણ પૂરબહાર ચાલે છે તેનું જાથાને દુ:ખ છે.
જાથના જયંત પંડયા વધુમાં જણાવે છે કે ભારતભરમાં ગ્રહણ સમયે વૈજ્ઞાનિક સમજ સાથે ચા–નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું છે. સદીઓ જુની માન્યતાનું ખંડન સ્થળ ઉપર કરવામાં આવશે. લેભાગુઓના ફળકથનોની હોળી કરવામાં આવશે. લોકોમાં માનસિક ભય–ડર દૂર કરવાના પ્રયત્નો કરવામાં આવશે. પૃથ્વી ઉપર હજારો ચંદ્ર–સૂર્યગ્રહણો પસાર થઈ ગયા છે. માત્ર ખગોળીય ઘટના છે તેવું વિજ્ઞાનની મદદથી સાબિત કરવામાં આવશે. ભારતમાં સદીઓથી ગ્રહણ સમયે દાયકાઓ જુની રદ્દી દંતકથાઓ, માન્યતાઓ, પરંપરાઓનો આધાર મુકી માત્ર ને માત્ર ગુમરાહ કરવાનું કામ કરે છે. માનવીની કર્મકાંડ–ક્રિયાકાંડો, વૈધાદિ નિયમો સુતક–બુતક ઠોકી, શારીરિક–માનસિક, આર્થિક શોષણનું કામ લેભાગુઓએ ઉભું કર્યું છે. તેનાથી સાવધાન રહેવા જાથા ગામે ગામ જાગૃતિ અભિયાન ચલાવે છે. વિજ્ઞાને સાબિત કરી આપ્યું છે કે ગ્રહો કે ગ્રહણો માનવજીવનને અસરકર્તા નથી કે જીવન પદ્ધતિ ઉપર કશી જ અસર કોઈપણ પ્નકારે થતી નથી છતાં ભારતમાં ગ્રહણ સમયે દાન–પુણ્ય, જપ–તપ, સ્નાન કરવું, રાશિ ફળકથનો અને દોષ નિવારણના નામે અમુક લેભાગુઓ છેતરપિંડીનું કામ કરે છે તેનો જાથા સદૈવ વિરોધ કરે છે. સદીઓથી લેભાગુઓ અને કર્મકાંડીઓના મિલાપીપણાના કારણે દેશમાં ગુમરાહ–ભ્રામકતા ફેલાવવાનું કામ જોવા મળે છે. લેભાગુઓ પોતાની આજીવિકા–રોટલા માટે યેનકેન માનવીનું શોષણ કરે છે તેની સામે જાથા જાગૃતિ કાર્યક્રમો આપી નકારાત્મક, અવૈજ્ઞાનિક ફળકથનો, આગાહીઓની હોળી કરે છે. જેથી જાથાએ સમગ્ર દેશમાં જાગૃતિ અભિયાન હાથ ધર્યું છે.
વિશેષમાં એડવોકેટ જયંત પંડયા જણાવે છે કે પૃથ્વી ઉપર દર મિનિટે સારી–ખરાબ, શુભ–અશુભ, લાભ–નુકશાન, હોની–અનહોની ઘટના ભૌગોલિક પરિસ્થિતિ, પ્નાકૃતિક – કુદરતી, નિયમો અનુસાર બને જ છે તેને કોઈ અટકાવી શકતું નથી કે રોકી શકતું નથી. તેને જપ–તપ, અનુષ્ઠાન, પૂજાવિધિ કે અન્ય કોઈપણ પ્નકારના ક્રિયાકાંડોના ગતકડા, આશિર્વાદ કે કૃપાદ્રષ્ટિ સાથે કશી જ લેવા–દેવા નથી. લેભાગુઓ સદીઓથી નિરાધાર વાતો મુકી અમંગળ ઘટના બતાવી લોકોને મુર્ખ બનાવે છે. હોમ–હવન, જપ–તપ, અનુષ્ઠાન વિગેરેને અનુસરવું તે માનસિક અધ:પતન સાથે સમયની બરબાદી જ છે. ગ્રહણની જયોતિષીઓ દર્શાવે છે તેવી કોઈપણ ભૌગોલિક અસરો જોવા મળતી નથી. તેની પાસે એક પણ વૈજ્ઞાનિક ઉપકરણ નથી. હંબક વાતો કરે છે. લોકોને ઉઠા ભણાવે છે. મંદિર–દેવસ્થાના બંધ રાખવા, ગોળાનું પાણી ફેંકી દેવું, રાંધેલું અનાજ, પથારીનો ત્યાગ કરવો વિગેરે વર્ષો પૂર્વે બોગસ કહાની– કથનો છે. તેને ગ્રહણ સાથે કશી જ લેવા–દેવા નથી. માનવીએ ચંદ્ર–મંગળ ઉપર પગ મુકી દીધો છે છતાં પણ ભારતમાં માનસિક નબળા લોકો ચંદ્ર–મંગળની વીંટીઓ, હાથના આંગળામાં પહેરી છિન્ન મનોવૃતિના દર્શન કરાવી તેના મંત્ર–જાપ કરી નંગની વીંટી પહેરી મુખાર્મીનું પ્રદર્શન કરે છે. જેનાથી જાથા દુ:ખી છે.
રાજયમાં જાથાના કાર્યક્રમો જિલ્લા મથકો રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, પાલનપુર, છોટા ઉદેપુર, ડાંગ આહવા, ગોધરા, વાપી, વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, નડિયાદ, હિંમતનગર, માણસા, રાજપીપળા, સુરેન્દ્રનગર, મોરબી, કચ્છ–ભુજ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ગિર સોમનાથ, ભાવનગર, જુનાગઢ, અમરેલી, બોટાદ, તાપી વ્યારા, મહીસાગર લુણાવાડ, ડીસા, ગાંધીધામ, અંજાર, ધોરાજી, ઉપલેટા, કેશોદ, મહુવા, કુંકાવાવ, બાબરા, લીંબડી સહિત અનેક તાલુકા મથકે અયાોજનની તૈયારી ચાલી રહી છે.
જાથાના બિલડીના ખીમજીભાઈ બારોટ, દેવળાના બાબુભાઈ જાગાણી, ઉમેશ રાવ, અંકલેશ ગોહિલ, દિનેશ હુંબલ, રાજુભાઈ યાદવ, જીવણભાઈ મીયાત્રા, રોમિત રાજદેવ, અરવિંદ પટેલ, વિનુભાઈ લોદરીયા, રૂચિર કારીઆ, ગૌરવ કારીઆ, શૈલેષ શાહ, હુસેનભાઈ ખલીફા, મગનભાઈ પટેલ, મુકેશભાઈ પટેલ, પ્નમોદ પંડયા, નર્ભયિ જોષી, કિશોરગીરી ગોસાઈ, તુષાર રાવ, હરેશ ભટ્ટ, અનેક કાર્યકરો કાર્યક્રમનું સંકલન કરી રહ્યા છે.