મહેસાણા એ.ડિવીઝન પોલીસની આબરુને તાર તાર કરતાં અંશુ દાદા

March 18, 2023

મહેસાણા એ ડિવીઝન પોલીસ કસ્ટડીમાં વિડીયો બનાવી પોલીસની આબરુના ધજાગરાં ઉડાડ્યાં 

મહેસાણા શહેરમાં અસમાજીક તત્ત્વોએ પોલીસને આપ્યો ખુલ્લો પડકાર

ગરવી તાકાત, મહેસાણા તા. 18 – મહેસાણા શહેરમાં નવા દાદા આવ્યાં છે જે ખુલ્લી તલવારો સાથે ફરતાં તેમજ તલવારથી કેક કાપતાં રીવોલ્વરનો વિડીયો બનાવી મહેસાણા એ ડિવિઝન પોલીસના પીઆઇ સહિત સમગ્ર પોલીસ સ્ટાફને આ અંશુ દાદા નામના નવા ડોન ખુલ્લો પડકાર ફે્કતો હોય તેમ કસ્ટડીમાં જ વિડીયો બનાવી પોલીસની આબરુને તાર તાર કરી દીધી છે.  મહત્વનું છે કે, કસ્ટડીમાં બંધ આ અંશુ દાદા પાસે મોબાઇલ આવ્યોં ક્યાંથી અને મોબાઇલ હોય તો પણ પોલીસ સ્ટેશનના વિડીયો બનાવવા ગુનો બને છે. પોલીસ સ્ટેશનનો વિડીયો ઉતારવો પ્રતિંબંધ હોવા છતાં અંશુ દાદાએ પોલીસનો ખુલ્લો પડકાર ફેંક્યો છે. 

મહેસાણા A ડિવિઝન પોલીસ મથકમાં જેલમાં બંધ આરોપીએ વીડીયો બનાવી ઇસ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા છે. અશુ દાદા નામની ઇસ્ટાગ્રામ આઇડી પર એ ડિવિઝનના જેલ ના વીડીયો પોસ્ટ કર્યા જ્યારે પોલીસ વિભાગનો પરીપત્ર મુજબ કોઈ પણ પોલીસ મથકનો વીડીયો મંજૂરી વિના લેવા મીડિયા પર પ્રતિબંધ છે  તેમ છતાં મીડિયા પર પ્રતિબંધ અને આરોપીઓ બનાવી રહ્યા છે જેલના વીડીયો જેમાં જવાની પે અબ જંગ હોની લગી જેવા ગીતો સાથે પોસ્ટ કરવામાં આવી રહ્યા છે.  અશુ દાદા નામની ઇસ્ટા ગ્રામ આઇડી પર પોલીસ ગાડી તલવાર થી કેક કપાતા અને ખુલ્લા છરા સાથે વટ મારતા અનેક વીડીયો પોસ્ટ કરેલા જૉવા મળ્યાં છે. ત્યારે  મહેસાણા શહેરમાં આવા અસમાજીક તત્ત્વોના વીડીયોના પોસ્ટને લઈ પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.

ત્યારે પોલીસની છબી ખરડવાનો પ્રયાસ કરના અને મહેસાણામાં આવેલા નવા દાદાને મહેસાણા એ ડિવીઝનના જવાબદાર અધિકારી કોઇ પગલાં ભરશે કે આવા અસામાજિક તત્વોને આવા વિડીયો બનાવવા વધુ પ્રોત્સાહિત કરાશે તેવા અનેક સવાલો સોશિયલ મિડીયામાં પોસ્ટ થયેલા આ વિડીયો પરથી ઉઠી રહ્યા છે.

નોંધનીય છે કે, મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગીના તાબા હેઠળ આવતાં પોલીસ અધિકારી અને કર્મચારીઓ રોજબરોજ અનેક ગુનાઓમાં સંડોવાયેલા શખ્સોને ઝડપી પાડવામાં મહત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે તો અનેક વણઉકલ્યાં ગુનાઓનો ભેદ ઉકેલવામાં પણ સફળતાં મેળવી રહ્યા છે. ત્યારે જિલ્લા પોલીસવડા અચલ ત્યાગીના નેતૃત્વ હેઠળ થઇ રહેલી પ્રંસસનીય કામગીરી પર મહેસાણા એ ડિવીઝન પોલીસના જવાબદાર અધિકારી અને કર્મચારી પાણી ફેરવી રહ્યા હોય તેવો અહેસાસ પોસ્ટ થયેલા અનેક વિડીયો પરથી જણાઇ રહ્યું છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0