— 2 ઇંચ ધોધમાર વરસાદ પડતાં ની સાથે નીચાણ વાળા વિસ્તારના ઘરો માં ઘુસ્યા પાણી :
— કડી માં આજે રાત્રી દરમ્યાન 2 ઇંચ ધોધમાર વરસાદ વરસતા જ્યાં જોવો ત્યાં પાણી પાણી જોવા મળ્યું હતું. :
ગરવી તાકાત મહેસાણા : કડી ના જાહેરમાંર્ગો ઉપર જાણે રસ્તા નદી બન્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતાં. કડી પંથકમાં આજે વરસાદી મા
હોલ જોવા મળી રહ્યો છે. સવારે અસહ્ય બફારા બાદ બપોર પછી વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું. અચાનક જ ભારે પવન ફૂંકાવાની સાથે ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર પાણી ફરી વળ્યાં હતા. જ્યાં ભારે વરસાદને પગલે રસ્તા નદી બન્યા હતા. સાથે બે ઇંચ વરસાદ વરસ્યો હતો.

ગામોમાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં હર્ષની લાગણી જોવા મળી હતી. ધોધમાર વરસાદને લઈને નીચાણ વાળા વિસ્તારમાં આવેલ સોસાયટીમાં ઘરમાં વરસાદી પાણી ઘૂસ્યા હતા. જયારે ધોધમાર વરસાદને લઈને મેઈન રોડ પર પાણી ભરાયા હતા.
કર
ણનગર રોડ ઉપર દર વર્ષે ની જેમ માથા ની દુખાવા જેમ નગરપાલીકા ની કામગીરી બેદરકારીને કારણે દર વર્ષે ની જેમ આ વર્ષે પણ વરસાદથી લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા હોવાનું સામે આવ્યું છે.વરસાદી પાણી લોકોના ઘરમાં ઘૂસી જતા ઘરવખરી પા ણીમાં ગરકાવ થઈ હતી. અને પાણી ધર માં ઘુસી જતા ઘરવખરીમાં ભારે નુકસાન થયું હતું. નોંધનીય છે કે પ્રથમ ભારે વરસાદમાં લોકોના ઘરોમાં પાણી ઘુસી જતા તંત્રની પ્રી-મોન્સુન કામગીરી અંગેના સવાલો ઉઠ્યા હતા.

આ અંગે સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે અગાઉ અનેકો રજૂઆત કરેલ છે છતાં પણ કોઈ નક્કર પરિણામ આવ્યું નથી. પરિણામે આજે લો
કોના ઘરોમાં પાણી ઘુસી જતા ઘરવખરી સહિતની વસ્તુઓ પાણીમાં ડૂબી જતા નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.

કડી માં આવેલ કરણનગર રોડ, ભાગ્યોદય હોસ્પીટલ, શાકમાર્કેટ,નાની કડી વિસ્તાર, અંડર બ્રિજ તથા શહેર ના અનેક નીચાણ વાળા વિસ્તારમાં માં પાણી ફરી વળ્યુ હતું. કરણનગર રોડ ઉપર આવેલ ગુરૂદેવ નગર સોસાયટી સહિત ઘરોમાં પાણી ભરાતાં પરીવાર ના લોકો ચિંતામાં મુકાયા હતા. લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે ક્યારે કડી નગરપાલીકા ના અધિકારીઓ લોકોની મુશ્કેલીઓ સમજી દર વર્ષે ભારે વરસાદ ના કારણે ઘરમા પાણી ધુસે છે તેને કયારે નિકાલ કરવામાં આવશે તેની લોકોની માંગણી ઉઠી છે. ત્યાં ના રહેવાસી ઓ પાસેથી અનેક વેરાઓ ઉગ્રાવવામાં આવે છે છતાં નગરપાલીકા ક્યારે આ પડતી મૂશ્કેલીઓ દૂર કરવામાં આવશે કે પછી આ જાહેર જનતા ના પૈસા જાણે પાણી માં ફરી વળ્યા હોય તેવી ચર્ચાઓ જોવા મળી રહી છે.
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી