કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ નાયી વાડીમાં કોંગ્રેસ ઓબીસી હોદ્દેદારો ની મિટીંગ મળી

April 7, 2022

ગરવી તાકાત કાંકરેજ : બનાસકાંઠા એ. આઈ. સી.સી ના ગુજરાત કોંગ્રેસ પ્રભારી જગદીશકુમાર શૈલી ની અઘ્યક્ષ સ્થાને મીટીંગ યોજાઈ હતી જેમાં ગુજરાત ઓબીસી પ્રદેશ કોંગ્રેસના ઉપ પ્રમુખ મુકેશભાઈ ગઢવી.બનાસકાંઠા ઓબીસી ચેરમેન સોરાબજી ઠાકોર. બચુજી મકવાણા. ઈશ્વરભાઈ દેસાઈ. ભવાનજી ખાનપુરા. ભીખુભા ડાભી. અજીતજી ઠાકોર. રનુભા ડાભી.નરેશજી વડા. ખેતુભા વાઘેલા ઉંબરી અને બાઈવાડા ના નરસિંહ દેસાઈ સહિત અન્ય કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

ત્યારે આવનાર સમયમાં વિધાનસભા ની ચુંટણીમાં ભાજપ ને હરાવવા માટે કોંગ્રેસ પક્ષના કાર્યકરો ને આહવાન કરવામાં આવ્યું હતું ત્યારે સોરાબજી ઠાકોર ઓબીસી ચેરમેન એ પોતાની વ્યક્તિગત રીતે બનાસકાંઠા જિલ્લાના પ્રભારી ને કોઈ ઓળખતું નથી અને હવે કોઈ નવા અને સ્થાનિક ને પ્રભારી બનાવવામાં આવે એવું ભાષણ આપીને કોંગ્રેસ પક્ષ માં વિખવાદ ને છતો કર્યો હતો

જોકે આ અંગે હાલના ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર ના ભાઈ અમૃતજી ઠાકોર સામે વરાળ કાઢી હોય એવું લાગ્યું હતું જેમાં મુકેશભાઈ ગઢવી એ કોંગ્રેસ પક્ષ ને મજબૂત બનાવવા માટે ઘરે ઘરે જઇને યુવાનો ને તૈયાર કરી કોંગ્રેસ પક્ષ સાથે જોડવા માટે વિનંતી કરી હતી.

ત્યારે એ. આઈ. સી. સી ના ગુજરાત કોંગ્રેસ પ્રભારી જગદીશકુમાર શૈલી એ જણાવ્યું હતું કે તમે દરેક મિત્રો સાથે મળીને કાંકરેજ તાલુકા માં કોંગ્રેસ ને વિજયી બનાવવા માટે કવાયત હાથ ધરવામાં આવે તેવી આશા વ્યકત કરી હતી.બનાસકાંઠા જિલ્લાના ચૌદ તાલુકા ની સાત વિધાનસભા બેઠક પર કોંગ્રેસ પક્ષના જ ધારાસભ્યો વિજયી બની ને સમગ્ર ગુજરાત માં કોંગ્રેસ પક્ષ ની સરકાર બને અને ભાજપ ને જડમુળ થી ઉખાડી ફેંકી દેવામાં આવે તેવી આશા સાથે તમામ કાર્યકરો નો આભાર વ્યક્ત કર્યો હતો

તસ્વીર અને અહેવાલ : માનસિંહ ચૌહાણ કાંકરેજ 
Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

[location-weather id="53895"]

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0