કડીના મેડા આદરજ ગામે એકી સાથે ઘરની આગળ પાર્ક કરેલી 2 ઇકો ગાડીના સાઇલેન્સર ચોરાયા

શેર કરવા અહીં ક્લિક કરો.

— તસ્કરો સાઇલેન્સરની ચોરી કરી ગાડી લઇને ભાગતા CCtvમાં કેદ :

— એક જ સોસાયટીમાં બે ઇકો ગાડીના સાયલેન્સર ચોરાયાં :

ગરવી તાકાત મહેસાણા :  કડી તાલુકાના મેડા આદરજ ગામે તસ્કરોએ તરખાટ બોલાવ્યો મેડા આદરજ ગામની એક જ સોસાયટીમાં એક જ રાતમાં બે ઇકો ગાડીના સાઇલેન્સર ચોરાતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો હતો ગાડીના માલિકોએ બાવલુ પોલીસ સ્ટેશને  ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી
કડી તાલુકાના મેડા આદરજ ગામે આવેલ લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા જતીનભાઇ પટેલ પોતે કામધંધે જઈને ઘરે રાત્રિ દરમ્યાન પોતાની માલિકીની  ઈકો ગાડી નં.GJ 2 CA 3260   લઈને આવ્યા હતા અને પોતાના ઘરની આગળ પાર્ક કરી હતી અને જમી પરવારીને સૂઈ ગયાં હતાં અને પોતાને સવારે ધંધા અર્થે જવાનું હોય પોતાની ઈકો ગાડી પાસે જઈને  ગાડીનો સેલ મારતાં અવાજ બદલાતો જોવા મળ્યો હતો તેમણે નીચે ઉતરીને જોયું તો તેમની ઈકો ગાડીનું સાલેન્સર ચોરાયું હોવાનું માલુમ પડતા તેમની બાજુમાં રહેતા પડોસી ભાવેશ ભાઈ પટેલ ને બોલાવ્યાં હતાં અને તેમને જાણ કરી હતી
જે મારી ગાડીનું સાઇલેન્સર ચોરાયું છે ભાવેશભાઈએ જતિનભાઈ પટેલની બાજુમાં જ તેમની ઇકો ગાડી પડી હતી અને તેમને પણ ચેક કર્યું તો તેમની ઇકો ગાડી નં GJ 2 CL 2243 તેમની ગાડીનું પણ સાઇલેન્સર ચોરાઈ હોવાનું માલુમ પડ્યું હતું  તરત જ બન્ને જણાઓએ ગામમાં લગાવેલા સીસીટીવી ચેક કરતા રાત્રે બે વાગ્યાના અસરામાં એક ગાડી ચોરી કરીને ભાગતી હોય તેવું નજરે પડી રહ્યું હતું જતીનભાઈ તેમજ ભાવેશભાઈએ કડી તાલુકાના બાવલું પોલીસ સ્ટેશને પહોંચીને સીસીટીવી કેમેરા ના ફૂટેજ સહિત પોલીસ સ્ટાફને આપ્યા હતા અને  પોતાની ઈકો ગાડી  સાઇલેન્સર ચોરાયા હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.