ગરવી તાકાત મહેસાણા : મહેસાણા અમદાવાદ હાઇવે રાત દિવસ સતત નાના વાહનો થી લઈને મોટા વાહનો સુધી 24 કલાક વાહનોની અવરજવરથી ધમધમતા રહે છે ત્યારે આ હાઇવે ઉપર નાના-મોટા એકસિડન થતા અનેક્વાર જોવા મળી રહ્યા છે ત્યારે નંદાસણ હાઈવે ઉપર આવેલ 365 હોટલ પાસે ગંભીર અકસ્માતને કારણે ત્યાંથી પસાર થઇ રહેલા પતિ પત્નીનો અકસ્માતને કારણે મોત નીપજ્યું હતું.
મહેસાણા અમદાવાદ હાઇવે ઉપર આવેલ નંદાસણ નજીક 365 હોટલ પાસે શુક્રવારની રાત્રિ દરમિયાન મૂળ કડા ગામના વતની અને હાલ નંદાસણ માં રહેતા વિષ્ણુભાઈ વશરામભાઈ સલાટ તથા તેમના પત્ની કાલીબેન વિષ્ણુભાઈ સલાટ ત્યાં હાઇવે ઉપર થી રોડ ક્રોસ કરી રહ્યા હતા તે દરમિયાન મહેસાણા થી અમદાવાદ તરફ જઈ રહેલી વોક્સ વેગન કંપની ની ગાડી નં GJ 01 -KR 8186 ના ચાલકે પુરઝડપે હંકારી ત્યાંથી પસાર થઈ રહેલા બંને વ્યક્તિને ટક્કર વાગતા તેમને નાની-મોટી ગંભીર ઇજાઓ થઈ હતી અને બંને પતિ પત્ની નું વધારે ઈજાઓના કારણે ઘટનાસ્થળે જ મોત નીપજયું હતું
તે દરમિયાન ત્યાંથી કોઈ સ્થાનિક વ્યક્તિએ તેમના પરિવારને જાણ કરીને તેમના દીકરા તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચીને ૧૦૮ના એમ્બ્યુલન્સના મારફતે નંદાસણ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યા હતા અને તેમના દીકરા દ્વારા નંદાસણ પોલીસ સ્ટેશનમાં આ પૂર ઝડપે હંકારનાર ગાડી ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
તસવિર અને આહેવાલ : જૈમિન સથવારા – કડી