ગરવી તાકાત મહેસાણા : મહેસાણા જિલ્લાનો ચાર્જ લીધા બાદ નવનિયુક્ત જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી દ્વારા જિલ્લાની મહત્વની LCB, પેરોલ ફ્લો અને SOG સહિત ત્રણ એજન્સીઓમાંથી કુલ 26 જેટલા પોલીસ કર્મીઓની બદલી કરી ઉલ્લેખનિય છે કે હજુ પણ આગામી દિવસોમાં આ ત્રણેય એજન્સીઓમાં પંકાયેલા કેટલાક કર્મચારીઓની બદલીઓ એસપી દ્વારા કરવામાં આવશેનું પોલીસ સૂત્રો કહી રહ્યા.
![]()
પોલીસ વડા દ્વારા કરાયેલી બદલીઓમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ માંથી 18 જેટલા કર્મચારીઓ પૈકી કેટલાકને વિસનગર, બી ડિવિઝન સહિતના પોલીસ મથકોમાં જ્યારે કેટલાકને પેરોલ ફ્લો અને એસઓજી શાખામાં બદલી કરાઇ જ્યારે SOG માંથી 4 અને પેરોલ ફલોમાંથી પણ 4 કર્મચારીઓની બદલી કરીને તેમને LCB સહિતની જગ્યાઓ ઉપર મૂકવામાં આવ્યા.

ઉલ્લેખનિય કે મહેસાણાના પૂર્વ ડીઆઈજી દ્વારા જતા જતા પણ અંદાજે 44 જેટલા પોલીસ કર્મચારીઓની બંધ કવરમાં કરાયેલી બદલીઓ અંગે પણ આગામી દિવસોમાં નવીન જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી દ્વારા નિર્ણય કરવામાં આવશેનું પણ પોલીસ સૂત્રો કહી રહ્યા.


