મહેસાણાના પાલોદર ગામે શ્રી ચોસઠ જોગણી માતાજીના મંદિરે 1111 દિવડાની મહાઆરતી કરવામા આવી

April 11, 2022

— કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને પૂર્વ ગુહ મંત્રી રજની પટેલ ઉપસ્થિત રહ્યા :

— રાજ્યસભા સાંસદે પોતાની ગ્રાન્ટમાંથી સંકુલ બનાવવા 11 લાખ આપવા આહવાન કર્યું :

ગરવી તાકાત મહેસાણા : મહેસાણાના પાલોદર ખાતે આવેલા શ્રી ચોસઠ જોગણી માતાજીના મંદિર ખાતે રવિવારે સાંજે સમસ્ત રાવળ દેવ સમાજ દ્વારા 1111 દીવડા વડે જોગણી માતાજીની આરતી ઉતારી પોતાની એકતા દર્શાવવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને હાલના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

પાલોદર ખાતે રાવળ યોગી સમાજ મોટી સંખ્યામા હાજર રહ્યા છે. ત્યારે સમાજની એકતા જળવાઈ રહે તે માટે મહેસાણા તાલુકામાં આવેલા પાલોદર ગામે શ્રી ચોસઠ  જોગણી માતાના મંદિરે સમસ્ત રાવળ દેવ સમાજ દ્વારા મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંદાજે 7 હજાર જેટલી જનમેદની ઉપસ્થિત રહી મા જોગણીને 1111 દિવડાની આરતી ઉતારી પોતાની એકતા દર્શાવી હતી.

કાર્યક્રમમાં રવિવાર સાંજે યોજવામાં આવ્યો હતો. જ્યાં મંદિર પરિસરમાં બપોરે રાસ ગરબા અને સાંજે મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું

ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, પૂર્વ ગુહ મંત્રી રજની પટેલ, રાજ્ય સભા સાંસદ જુગલસિંહ ઠાકોર ઉપસ્થિત રહી સરકારી યોજના અને સમાજ લક્ષી ચર્ચા કરી સંબોધન કર્યું હતું.

રાજ્ય સભા સાંસદ જુગલજી ઠાકોરે જણાવ્યું હતું કે, આપડે ભલે નેનો મોટો વ્યવસાય કરતા હોઈએ અપડા દીકરા દીકરી ખાસ એમાંય દીકરીઓને જ્યાં સુધી ભણવું હોય ત્યાં સુધી ભણાવી અમુક ઉમર ના થઇ હોય અને તેના લગ્ન કરી દેતા હોઈએ છીએ તેણે ભણાવતા નથી નક્કી કરીયે. જ્યાં સુધી દીકરી ઉચ્ચ અભ્યાસ કરવાની ઇચ્છા દર્શાવ્યા બાદ તેના લગ્ન કરાવવા જોઈએ. દીકરા દીકરીને ભણાવશુ. વધુમાં જણાવ્યું કે, સમાજનું કોઈ સંકુલ તમે બનાવતા હોય તો ગુજરાતમાં ગમે ત્યાં બનાવતા હોય તો 11 લાખ રૂપિયા મારી ગ્રાન્ટમાંથી આપીશ. સમાજને જ્યારે મારી જરૂરિયાત પડે ત્યારે મારુ ખુલ્લું આમંત્રણ છે.

તસવિર અને અહેવાલ : નાયક અક્ષય — મહેસાણા

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0