મર્યાદા પુરુષોતમ પ્રભુશ્રી રામના જન્મોત્સવ નિમિત્તે મહેસાણામાં ભવ્ય રથયાત્રા નીકળી 

March 30, 2023

શ્રી રામ સેવા સમિતિ મહેસાણા દ્વારા શ્રી રામનવમીની વિશાળ રથયાત્રામાં માનવ મહેરામણ ઉમટ્યોં 

તોરણવાળી ચોકમાંથી સાધુ સંતો તેમજ રાજકિય આગેવાનોએ શોભાયાત્રાને ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

ગરવી તાકાત, મહેસાણા તા. 30-  મહેસાણામાં આજે ભવ્યાતિભવ્ય ભગવાનશ્રી રામની રથયાત્રા નીકળી હતી. જેમાં અનેક સેવા મંડળો દ્વારા શ્રી રામ, લક્ષ્મણ, હનુમાનજી, સીતામાતા સહિત વિવિધ પાત્રોનો અભિનય કર્યો હતો. નાના નાના ભૂલકાઓએ પ્રભુશ્રી રામ સહિતના પાત્રોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું.

શ્રી રામ સેવા સમિતિ મહેસાણા દ્વારા આજે ગુરુવારના રોજ શ્રી રામના જન્મોત્સવ પ્રસંગે પરંપરાગત 42મી રથયાત્રાનું આયોજન કરાયું હતું.  મહેસાણા શહેરમાં ભગવાન શ્રી રામની નીકળનારી ભવ્ય શોભાયાત્રાની શ્રી રામ સેવા સમિતિના પ્રમુખ ડો. જી.કે.પટેલ સહિત આગેવાનો અને રામ સેવકો દ્વારા તડામાર તૈયારીઓ સાથે પ્રભુશ્રી રામની રથયાત્રામાં જોડાયાં હતા.  દર વર્ષની જેમ રથયાત્રાના પ્રસ્થાન સમારોહમાં અગ્રણી નેતાઓ, પૂજ્ય સાધુ સંતો અને અગ્રણી મહાનુભાવિો ઉપસ્થિત રહી શોભાયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું.

આ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ, લોકસભાના સાંસદ શારદાબેન પટેલ, રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોર, મહામંત્રી ભાજપ ગુજરાત પ્રદેશના રજનીભાઇ પટેલ, તથા મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઇ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી રામ રથયાત્રાનું બપોરે ર વાગે તોરણવાલી માતાના ચોક ખાતેથી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.  મહેસાણા શહેરમાં ચાર દશકાથી નિરંતર પરંપરાગત રીતે શ્રી રામનવીમના પવિત્ર દિવસે પ્રભુ શ્રી રામચંદ્રજીની વિશાળ રથયાત્રા નીકળી હતી. જે મહેસાણા શહેરના તોરણવાળી ચોકથી ગોપીનાળા, રાધનપુર રોડ, શિલ્પા ગેરેજ, મોઢેરા રોડ, એસ.ટી વર્કશોપ રોડ, ભમ્મરીયા નાળા થઇ કસ્બા વિસ્તારમાંથી પરત મંદિર પહોંચશે.   

મહેસાણામાં શ્રી રામ જન્મોત્સવ ની તડામાર તૈયારીના ભાગરુપે  સમગ્ર શહેરમાં ધજા પતાકા સાથે અંબાજી પરાનું રામ મંદિર લાઈટિંગથી શણગારવામાં આવ્યું હતું. ઠેર ઠેર શોભાયાત્રાનું સ્વાગત, ઠંડાપીણા, શરબતો, છાશ, બુંદી પ્રસાદ સહિતના સ્ટોલો ઉભા કરી રથયાત્રામાં ભક્તોને  પ્રસાદ વિતરણ કરવામાંં આવ્યું હતું. મર્યાદા પરૂષોત્તમ ભગવાન શ્રી રામ ના જન્મોત્સવ નિમિત્તે મહેસાણા શહેરમાં તડામાર તૈયારી સાથે શોભાયાત્રા નીકળી હતી.

શહેરના મુખ્ય માર્ગો પર વિશાળ શોભાયાત્રામાં આસપાસના ગામડામાંથી મોટી સંખ્યામાં ભગવાન શ્રી રામના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું હતું. જેમાં રથ, ઘોડા, ઉટ ગાડી, શણગારેલા ટેકટરો, ગદા, ટોપ, ધનુષ્ય, વિવિધ વિસ્તારો માં ફ્લોટ બનાવવામાં આવ્યાં હતા. ઠેર ઠેર શોભાયાત્રાનું અબીલ ગુલાલ ફૂલ ચોખાથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રાના દર્શન કરવા મહેસાણા તાલુકાના આસપાસના ગામોમાથી ધર્મપ્રેમી ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યાં હતા સાથે સાથે રથયાત્રાના વિવિધ માર્ગો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યોં હતો.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0