દવાળીના તહેવારો બાદ નવા દિવસોમાં શક્તિપીઠ અંબાજીના મંદિરમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ
અંબાજી દિવાળીના તહેવારો બાદ નવા દિવસોમાં શક્તિપીઠ અંબાજીના મંદિરમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી પડતી હોય છે. પરંતુ આ વખતે અમાવસ્યાનું સૂર્ય ગ્રહણ હોવાથી અંબાજી મંદિરમાં વહેલી સવારના પહેલા પરોઢીયે ચાર વાગે માતાજીની મંગળા આરતી કર્યા બાદ મંદિરના પટ્ટ દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવામાં આવ્યા છે. નોધનીય છે કે, જ્યાં દર્શનાર્થીઓની લાંબી લાઈનો જાેવા મળતી હોય હતી તે જગ્યા આજે સુમસામ અને મંદિર પરિષરમાં સન્નાટો જાેવા મળી રહ્યો છે.
નવા દિવસોમાં અંબાજી મંદિરની યજ્ઞશાળા મંત્રોચારથી ગુજંતી હોય અને યજ્ઞકુંડ અગ્નિથી ધસમસતા જાેવા મળતા હોય છે. ત્યાં આજે યજ્ઞ કુંડો પણ શાંત અને ઠંડા થઇને બેઠા હોય તેવા જાેવા મળી રહ્યા હતા. આજે તમામ પ્રકારની પૂજા વિધિઓ ઉપર ગ્રહણ લાગતા શક્તિપીઠમાં સન્નાટો જાેવા મળી રહ્યો છે. એટલુ જ નહીં ભટ્ટજી મહારાજના જણાવ્યા પ્રમાણે પહેલી પરોઢીયે ચાર વાગે આરતી કરવાની ઘટના અત્યાર સુધીમાં સૌપ્રથમ વખત બનવા પામી છે.
ઉલ્લેખનીય છે કે, આવતી કાલે બેસતા વર્ષે સવારની આરતી ૦૭ઃ૩૦ના બદલે ૦૬ઃ૦૦ કલાકે કરવામાં આવશે. જયારે વર્ષોની પરંપરા ગત મુજબ માતાજીને ધારાવવામાં આવતો અન્નકૂટ આ વખતે નહીં ધરાવામાં આવે.જાેકે આજે નવા દિવસોની શરૂઆતમાં વેપારીઓ પણ વેપારની નવી આશા લઈને પોતાના ધંધા રોજગાર લઈને બેઠા હોય છે ત્યાં આજે અંબાજી મંદિરમાં એક પણ યાત્રીકને પ્રવેશ ન અપાતા અંબાજી મંદિર શોપીંગમાં પ્રસાદ, પૂજાપા, રમકડાં અને ગુગલઘુપ તેમજ વિવિધ પ્રકારની ૮૦ જેટલી દુકાનો પણ બંધ જાેવા મળી હતી. સૂર્યગ્રહણ થવાની સાથે અંબાજી મંદિર તો બંધ જાેવા મળ્યું હતું અને સાથે સાથે મંદિર પરિષર તેમજ મંદિર શોપિંગ સેન્ટરો બંધ જાેવા મળ્યા હતા. આ સાથે જાેવા જઈએ તો, અંબાજી શહેરના બજારોમાં પણ સ્થાનિક એકલ દોકલ મુસાફરો સિવાય અંબાજીના બજારો પણ સુમસામ જાેવા મળી રહ્યા છે.