લ્યો..કરો વાત.. જૂના મંત્રીઓ ઘર ખાલી ન કરતાં નવા મંત્રીઓ સર્કિટ હાઉસમાં રહેવા મજબૂર

January 6, 2023

એક મહિના થવા છતાં હજુ પણ ચાર જેટલા મંત્રીઓને આવાસની ફાળવણી કરાઇ નથી

ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની સરકાર રચાયા બાદ હવે ૧૬ મંત્રી સહિત ૨૩ પદાધિકારીઓને બંગલા મળ્યા છે.

ગરવી તાકાત, ગાંધીનગર તા. 06-  મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના મંત્રીમંડળની રચના થયાને એક મહિના જેટલો સમય થયો છે જોકે હજુ પણ ચાર જેટલા મંત્રીઓને આવાસની ફાળવણી કરવામાં આવી નથી. આ ચાર મંત્રીઓમાં કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, પ્રફુલ પાનસેરીયા, કુવરજી હળપતિ અને ભીખુસિહનો સમાવેશ થાય છે. આ ચારે મંત્રીઓને મંત્રી બન્યા પછી પણ આવાસ ન ફરવામાં આવતા ગાંધીનગર સર્કિટ હાઉસમાં જ રહેવાની ફરજ પડી રહી છે. ગાંધીનગર સર્કિટ હાઉસ ની બાજુમાં જ મંત્રીમંડળ વિસ્તાર છે. જોકે હવે મંત્રીમંડળમાં નથી તેવા મંત્રીઓ એ હજુ બંગલાનો કબજો છોડ્યો નથી તેના કારણે ચારે ચાર મંત્રીઓ દ્વારા ગાંધીનગર સર્કિટ હાઉસમાં રહેવાની ફરજ પડી છે.

સામાન્ય રીતે મંત્રીમંડળ માં સમાવેશ કર્યા પછી મંત્રીઓને મંત્રીમંડળ વિસ્તારમાં બંગલો ફાળવી દેવામાં આવે છે પણ હજુ સુધી આ મંત્રીઓને બંગલો ન ફળવાતા ગાંધીનગર સર્કિટ હાઉસમાં રહી રહ્યા છે. ચારેય પ્રથમ વાર મંત્રી બન્યા છે પરિવારને લઈને મંત્રીના બંગલામાં રહેવાની ઈચ્છા છે પણ એ ઈચ્છા હજુ અધુરી જ રહી છે.

ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની સરકાર રચાયા બાદ હવે ૧૬ મંત્રી સહિત ૨૩ પદાધિકારીઓને બંગલા મળ્યા છે. જેમાં મંદિરવાળો બંગલો મહિલા મંત્રીને મળ્યો છે. જ્યારે સરકારમાં  પ્રમોશન આપતો નંબર-૨૩ ખાલી રખાયો છે. રૂપાણી સરકારના ૧૦ મંત્રીઓ રહ્યા તે બંગલાની ફાળવણી કરાઈ નથી. એવી પણ ચર્ચા છે કે નવા 5 મંત્રીઓ સરકારમાં આવી શકે છે. એટલે વહીવી વિભાગે આ મામલે એડવાન્સમાં સાવચેતી રાખી છે. રાજ્યમાં નવી સરકારના ૧૬ મંત્રી અને વિધાનસભામાં ઉપાધ્યક્ષ, મુખ્ય દંડક, દંડક એમ કુલ ૨૩ પદાધિકારીઓને મંગળવારે સાંજે માર્ગ મકાન વિભાગે મંત્રીનિવાસમાં બંગલાની ફાળવણી કરાઈ હતી.  આઠ વર્ષ પૂર્વે મંત્રી તરીકે અમિત શાહ જ્યાં સૌથી વધુ રહ્યા તે પાંચ નંબરનો બંગલો મંત્રી ભાનુબહેન બાબરિયાને ફાળવાયો છે. મેલડી માતાજીની દેરી હોવાથી આ બંગલો મંદિરવાળો બંગલો કહેવાય છે. જો કે, મંત્રી નિવાસમાં સત્તામાં લાંબો સમય ટકાવી રાખતો અને પ્રમોશનનું કારક રહેલો ૨૩ નંબર ખાલી રહ્યો છે. જે બંગ્લાને કોઈને પણ ફાળવાયો નથી. સરકારે કોઈ કારણોસર આ બંગ્લાની ફાળવણી કરી નથી.

ગાંધીનગરમાં એક બંગ્લો એવો પણ છે કે જે પ્રમોશન અપાવે છે. જેમાં પહેલાં વજુભાઈ વાળા રહ્યા છે. મંત્રી તરીકે આવેલા રૂપાણીને અહીંથી મુખ્યમંત્રીનું પ્રમોશન મળ્યુ હતુ. નવી ફાળવણીમાં રૂપાણી સરકારમાં મંત્રી રહેલા ૧૦ સિનિયરો કે જેઓ આગલી હરોળમાં રહેતા હતા તે તમામ બંગલા ખાલી રખાયા છે. મંત્રી નિવાસમાં કુલ ૪૪ બંગલા છે પરંતુ, ૧૩ નંબરનો બંગલો ન હોવાથી એક તોડી પડાતા નંબરની દ્રષ્ટ્રીએ માત્ર ૪૨ જ બંગલા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પહેલી ટર્મમા મંત્રી રહેલા કનુભાઈ દેસાઈ, ઋષિકેશ પટેલ, રાઘવજી પટેલ, હર્ષ સંઘવી, જગદિશ વિશ્વકર્મા, મુકેશ પટેલના નિવાસસ્થાનો યથાવત રહ્યા છે. એ અંગે પણ સચિવાલયમાં ચર્ચાઓ થઈ રહી છે. અગાઉ વિપક્ષના નેતાને ફાળવાયેલો CM હાઉસની સામે આવેલા ૨૩ ૭ નંબર કેબિનેટ મંત્રી મુળુભાઈ નંબરના બંગલામાં સૌથી લાંબો સમય બેરાને મળ્યો છે. આમ હવે મંત્રીઓ માટે ગાંધીનગરમાં પરમાનેન્ટ રહેવાની વ્યવસ્થા થઈ ગઈ છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0