ગરવી તાકાત સાબરકાંઠા : સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે મજરા ત્રણ રસ્તા નજીક બ્રિજનો એક છેડો છેલ્લા એક મહિનાથી તૂટેલી હાલતમાં કામ શરૂ થયા બાદ પણ હજુ સુધી પૂર્ણ ન થતાં સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો સાથે જ સર્વિસ રોડ પર ખુલ્લી ગટરોને કારણે અકસ્માતનો ભય વધ્યો આ બ્રિજ પ્રાંતિજ વિસ્તારના લોકો માટે એક મહત્વપૂર્ણ માર્ગ લગભગ એક મહિના પહેલા નવા કામ માટે બ્રિજનો એક ભાગ તોડવામાં આવ્યો જોકે, કામ શરૂ થયા બાદ તેની ગતિ ધીમી પડી ગઈ અને હાલ તે લગભગ બંધ જેવી સ્થિતિમાં.

છેલ્લા એક મહિનાથી અહીં કોઈ ખાસ કામગીરી થઈ નથી જેના કારણે રોજબરોજ આ રસ્તાનો ઉપયોગ કરતા વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી રહી તૂટેલા બ્રિજને કારણે ટ્રાફિકની અવરજવર મુશ્કેલ બની અને ઘણા વાહનચાલકોને લાંબા વૈકલ્પિક માર્ગો લેવા પડે સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, સર્વિસ રોડ પર ઘણી જગ્યાએ ખુલ્લી ગટરો જે જોખમી ખાસ કરીને રાત્રિના સમયે લાઇટના અભાવે આ ગટરો દેખાતી નથી, જેનાથી અકસ્માતનો ખતરો અનેક ગણો વધી જાય.

નાના વાહનો અને બાઇકચાલકો માટે આ રસ્તો અત્યંત જોખમી બન્યો આ સ્થિતિને કારણે સ્થાનિકોમાં વહીવટી તંત્ર પ્રત્યે રોષ જોવા મળી રહ્યો લોકો તંત્રની નિષ્ક્રિયતા સામે સવાલો ઉઠાવી રહ્યા અને તાત્કાલિક કામગીરી હાથ ધરી બ્રિજનું કામ ઝડપથી પૂર્ણ કરવાની માંગ કરી રહ્યા આ ઉપરાંત, સર્વિસ રોડ પરની ખુલ્લી ગટરો બંધ કરવા અને સુરક્ષા માટે જરૂરી વ્યવસ્થા ગોઠવવાની પણ માંગ કરવામાં આવી જો સમયસર યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો ભવિષ્યમાં કોઈ ગંભીર અકસ્માત સર્જાઈ શકે.


