લગ્ન કંકોત્રીમાં દારૂની બોટલ? શું તમે આજ દિન સુધી જોઇ છે આવી કંકોત્રી

February 24, 2023

કાર્ડ બોક્સના અંતે ડ્રાય ફ્રુટ્સ અને બ્લેન્ડર્સ પ્રાઇડ વ્હિસ્કીનો પણ સમાવેશ કરાયો છે 

 ગરવી તાકાત, મહેસાણા તા. 24 – તાજેતરમાં લગ્નસરાની મૌસલ ચાલી રહી છે અને તેમાં અવનવી કંકોત્રી ચર્ચાનું વિષય બનતી હોયા છે. લગ્ન પ્રસંગમાં લોકો પોતાની મનપસંદ કંકોત્રી છપાવતા હોય છે. અને પોતાના સંબંધીઓને આમંત્રણ આપે છે. પરંતુ ક્યારેક લગ્નની કંકોત્રી યુનિક બનાવવાની ચક્કરમાં અમુક એવા કાર્ડ છપાવે છે જે સમાચારોમાં ન્યૂઝ બની જાય છે. હાલ સોશિયલ મીડિયામાં એક આવી જ કંકોત્રી વાયરલ થઈ રહી છે. કાર્ડની અંદર ત્રણ પેઈઝ પર લગ્ન વિશેની તમામ જાણકારી બાદ કાર્ડ બોક્સની છેલ્લે ડ્રાય ફ્રુટ્સ અને બ્લેન્ડર્સ પ્રાઇડ વ્હિસ્કી રાખવામાં આવી છે. 

સોશિયલ મીડિયા પર તાજેતરમાં લગ્નનું એક કાર્ડ ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. આ મેરેજ કાર્ડ લોકોમાં ચર્ચાનો વિષય બન્યું છે. આ અંગે લોકો પોતાના અભિપ્રાય પણ વ્યક્ત કરી રહ્યા છે. જોકે આ લગ્ન કાર્ડ કોનું અને ક્યાંનું છે તે અંગે કોઈ માહિતી મળી નથી.

તમે ફોટામાં જોઈ શકો છો કે કાર્ડની અંદર ત્રણ અલગ-અલગ પૃષ્ઠો પર લગ્ન વિશેની તમામ માહિતી છે, પરંતુ સૌથી વધુ રસપ્રદ જોવાનું બાકી છે. કાર્ડ બોક્સના અંતે સૂકો મેવો અને બ્લેન્ડર્સ પ્રાઇડ વ્હિસ્કી છે. આ મેરેજ કાર્ડ લોકોમાં ચર્ચાનો વિષય બન્યું છે. આ અંગે લોકો પોતાના અભિપ્રાય પણ વ્યક્ત કરી રહ્યા છે.

એ જ રીતે, બીજા લગ્નનું કાર્ડ જે થોડા દિવસો પહેલા વાયરલ થયું હતું, મહેમાનોને વચન આપવાનું કહ્યું હતું. ગ્રેટર નોઈડા સ્થિત ચૌધરી પ્રવીણ ભારતીએ તેમના નાના ભાઈના 26 ફેબ્રુઆરીના લગ્ન માટે એક અનોખું કાર્ડ છાપ્યું છે. તેમણે લોકોને તેમના ગામમાં પુસ્તકાલય બનાવવાની અપીલ કરી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0