મહેસાણા જીલ્લાના કડીના થોળ ગામમાં વરસાદી માહોલ વચ્ચે વીજળી પડતા એક સાથે 6 પશુઓના મોત થયા
કચ્છ થી પાણી અને ઘાસચારા ની શોધ માં આવેલા માલધારી એ 6 પશુ ગુમાવ્યા
ગરવી તાકાત, મહેસાણા તા. 28 – એક તરફ રાજ્યમાં ચોમાસનો માહોલ જામ્યો છે. આ દરમિયાન હવે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદણો માહોલ જામ્યો છે. ત્યારે મહેસાણામાં વીજળી પડવાથી 6 પશુઓન મોતની ઘટના સામે આવી છે. મહેસાણા જીલ્લાના કડીના થોળ ગામમાં વરસાદી માહોલ વચ્ચે વીજળી પડતા એક સાથે 6 પશુઓના મોત થયા છે. બીજી તરફ અન્ય પશુઓ ઈજાગ્રસ્ત થયા છે. કચ્છ થી પાણી અને ઘાસચારા ની શોધ માં આવેલા માલધારી એ 6 પશુ ગુમાવ્યા છે. ત્યારે આ ઘટનાથી સમગ્ર પંથકમાં અરેરાટી મચી છે.

રાજ્યમાં ભારે વરસાદની આગાહી – મધ્ય ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. આ દરમિયાન આજે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ 27 જૂનના રોજ બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા અને ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
28 જુનના સુરત, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 29 જૂનના ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, તાપી અને દમણ અને દાદરા નગર હવેલી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 30 જૂન નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી
જામકંડોરણામાં ભેંસો પાણીમાં તણાઈ – જામકંડોરણાના ગ્રામ્ય વિસ્તારમાં પણ કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. રાજકોટના ચરેલ, બરડીયા, દડવી સહિતના ગામોમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ઉપરવાસમાં ભારે વરસાદથી બરડીયા અને ચરેલ ગામની સ્થાનિક નદીમાં પૂર આવ્યું હતું. બરડીયા ગામે નદીમાં ભેંસો તણાઇ હતી.


