હિતેશભાઈ મોદી બજરંગ સેના, વિપુલભાઈ ગુજરાત પ્રદેશ યુવા મંત્રી, ધર્મેન્દ્રભાઈ ચૌહાણ ગુજરાત પ્રદેશ સંગઠન યુવા મોરચાના આગેવાનોએ પોલીસવડાની મુલાકાત કરી
પોલીસવડાએ પણ બજરંગ સેના સંગઠનની સારો કાર્યો કરવા બદલ તેમની કામગીરી બિરદાવી
ગરવી તાકાત, મહેસાણા તા. 04- બજરંગ સેના હિન્દુ સંગઠન દ્વારા મહેસાણા જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી અચલ ત્યાગી સાહેબની શુભેચ્છા મુલાકાત કરી અને સાથે સાથે બજરંગ સેના દ્વારા દ્વારા મહેસાણા જિલ્લા પોલીસવડાની અચલ ત્યાગીની કરવામાં આવતી કામગીરીને બિરદાવી એમને સારી કામગીરી બદલ પ્રશંસા પત્રથી સન્માનિત કરવામાં આવ્યાં હતા.

સાથે સાથે બજરંગ સેના સંગઠન હિન્દુત્વ માટે કયા પ્રકારની કામગીરી કરવામાં આવે છે તે બાબતે પણ જિલ્લા પોલીસવડા સાથે ચર્ચા કરવામાં આવી હતી. પોલીસવડાએ પણ બજરંગ સેના સંગઠન દ્વારા કરવામાં આવતી કામગીરીને શુભકામના પાઠવી હતી. બજરંગ સેના સંગઠન હિન્દુત્વ માટે અને સેવા માટે જે પણ કાર્ય સારા કરશે એ કાર્યકર્તા ને પણ આપણે સન્માન પત્ર સાથે પુરસ્કાર આપીશું અને આ સંગઠનમાં વધારે વધારે લોકો જોડાઈ અને દરેક લોકો આમાં ખડે પગે ઊભા રહે એવી આશા વ્યક્ત કરી હતી. કારણ કે આ સંગઠન જ એવું માધ્યમ છે જેના થકી માનવીય અને સેવાના કાર્યો કરવામાં આવે છે.
મહેસાણા જિલ્લા પોલીસવડાની શુભેચ્છા પાઠવી તેમની મુલાકાત માટે હિતેશભાઈ મોદી બજરંગ સેના, વિપુલભાઈ ગુજરાત પ્રદેશ યુવા મંત્રી, ધર્મેન્દ્રભાઈ ચૌહાણ ગુજરાત પ્રદેશ સંગઠન યુવા મોરચાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આનું સંપૂર્ણ આયોજન આપણા જીમ્મી ભાઈ હિન્દુ ગુજરાત પ્રદેશ યુવા અધ્યક્ષના નેતૃત્વમાં કરવામાં આવ્યું હતું.


