— લોકલ ક્રાઇમ બ્રાન્ચને બુટલેગરની અટકાયત કરી ૬.૭૦ લાખનો મુદ્દામાલ ઝડપ્યોં :
ગરવી તાકાત મહેસાણા : ચૂંટણીનેા માહોલ જામતાં વિદેશી દારૂની મોટા પ્રમાણમાં હેરાફેરી કરવામાં આવી રહી હોવાથી મહેસાણા એલસીબી પોલીસ કડક પેટ્રોલીંગ સાથે વોચ રાખવામાં આવી રહી છે જે અંતર્ગત ફતેપુરા બાયપાસ પાસેથી પરપ્રાંતિય દારૂનો જથ્થો જીપડાલામાં ભરીને નીકળવાનો હોવાની બાતમીના આધારે એલસીબીએ વોચ ગોઠવી દારૂના જથ્થો સહિત કુલ ૬,૭૦, ૬૮૪ નો મુદ્દામાલ કબજે કરી બુટલેગરની અટકાયત કરી હતી.
મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષકની માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ એલસીબી પીઆઇ જે.પી.રાવની સૂચના મુજબ એલસીબી પીએસઆઇ એમ.ડી.ડાભી તથા એએસઆઇ આશાબેન, રશમેન્દ્રસિંહ સહિત સ્ટાફ એલસીબી કચેરી ખાતે હાજર હતા તે દરમિયાન રશમેન્દ્રસિંહ અને રાજેન્દ્રસિંહને ખાનગી બાતમી મળી હતી કે ઊંઝા તરફથી એક નંબર વગરનું બોલેરો પીકઅપ ડાલુ મહેસાણા થઇ નંદાસણ તરફ જનાર છે. જે બોલેરો પીકઅપ ડાલામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો લોટના કટ્ટામાં સંતાડેલ છે. જે બાતમીના આધારે એલસીબી સ્ટાફ ફતેપુરા બાયપાસ સર્કલ પર વોચ ગોઠવી હતી.
તે દરમિયાન ઉંઝા તરફથી બોલેરો પીક અપ ડાલામાં લોટના કટ્ટા નીચે સંતાડેલો વિદેશી દારૂ ભરેલી પેટીઓ તથા છુટ્ટી બોટલો કિંમત રૂા. ૧,૬૦, ૬૮૪ મળી આવી હતી. તેમજ દારૂનો જથ્થો જીપ ડાલામાં લાવનાર ડ્રાઇવર સેલારામ લસારામ દેવાસી રહે. ટીટોપ, કડબીયો રાજસ્થાન વાળા શખ્સને મોબાઇલ, લોટનો જથ્થો સહિત કુલ મુદ્દામાલ ૬,૭૦, ૬૮૪ કબજે કરી કાયદેસની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે પ્રોહિબીશનના આ ગુનામાં અર્જુન ગણેશરામ ચૌધરી રહે. પથમેડા તા. સાંચોર જિ. જાલોર, તથા દિનેશકુમાર દુસરામ ચૌધરી રહે. કીલુપીયા તા. સાંચોર જિ.જાલોરવાળા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાતાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.


