ગરવી તાકાત મહેસાણા : મહેસાણા જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને વણઉકેલાયેલા ગુનાઓ ડિટેક્ટ કરવા માટે LCB પોલીસ સતત પેટ્રોલિંગમાં આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ સંજયકુમાર અને પોલીસ કોન્સ્ટેબલ જોરાજી કડવાજીને મળેલી સંયુક્ત ખાનગી બાતમીના આધારે પાલાવાસણા ચોકડી પાસેથી લોડિંગ રિક્ષામાં શંકાસ્પદ રીતે કોપર વાયર વેચવા નીકળેલા બે રીઢા તસ્કરોને ઝડપી પાડવામાં આવ્યા મહેસાણા LCB ટીમે બાતમીવાળી અતુલ શક્તિ લોડિંગ રિક્ષાને અટકાવી તપાસ કરતા તેમાંથી પ્લાસ્ટિકના કંતાનમાં ભરેલા કોપર વાયરના ચાર મોટા ગુચડા મળી આવ્યા.

પોલીસે રિક્ષામાં સવાર સુનીલભાઈ ચંદુભાઈ દંતાણી અને પંકજભાઈ જુગાભાઈ દંતાણી બંને રહે. કલોલ, જી. ગાંધીનગર ની કડકાઈથી પૂછપરછ કરતા ચોંકાવનારી કબૂલાત સામે આવી આરોપીઓએ સ્વીકાર્યું કે, આશરે ચાર મહિના પહેલા તેઓએ મહેસાણાના તેમના મિત્ર સનુ સાથે મળીને રાજપુર હાઈવે નજીક આવેલી એક કંપનીની દીવાલ કૂદી, બારીનો સળિયો તોડી અંદરથી આ વાયરની ચોરી કરી પોલીસે આરોપીઓ પાસેથી 100 કિલો વજનનો કોપર વાયર કિંમત રૂ. 1,00,000.
![]()
અને ગુનામાં વપરાયેલી લોડિંગ રિક્ષા કિંમત રૂ. 50,000 મળી કુલ 1,50,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો તપાસમાં બહાર આવ્યું કે આ ચોરી અંગે નંદાસણ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 305(ક), 331(4) મુજબ ગુનો નોંધાયેલ હાલમાં પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી જ્યારે મહેસાણાના એક શખ્સને વોન્ટેડ જાહેર કરી તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા પકડાયેલા આરોપીઓને આગળની કાયદેસરની કાર્યવાહી માટે મહેસાણા તાલુકા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી.


