મોડાસા બાયપાસ રોડ પરથી LCBએ નંબર વગરના ચોરીના બાઇક સાથે કાલબેલિયા ગેંગના એકને ઝડપી પાડ્યો…

July 15, 2026

ગરવી તાકાત મોડાસા : મોડાસા બાયપાસ રોડ પરથી એલસીબીએ નંબર વગરના શંકાસ્પદ ચોરીના બાઇક સાથે રાજસ્થાનની કાલબેલિયા ગેંગના એકને ઝડપતાં મોડાસા શહેર તેમજ આસપાસના વિસ્તાર અને સાબરકાંઠાના ગાંભોઈ પાસેની હોટેલ આગળથી ચોરી કરેલ છ બાઇકની ચોરીનો ગુનાનો ભેદ ઉકેલાયો પોલીસે 2.90 લાખના 6 બાઇક કબજે લઈ વોન્ટેડ આરોપીની શોધખોળ હાથ ધરી.

Proceedings of District LCB and SOG team

એલસીબીએને માહિતીના આધારે શામળાજી તરફથી મોડાસા આવી રહેલા નંબર વગરના બાઇક સાથે જગદીશ કાલબેલિયાને અટકાવી બાઇક અંગે પૂછપરછ કરતાં ઉપરોક્ત બાઇક ગત સપ્તાહે અને તેના મિત્ર નરેશ કનિયાએ મોડાસાના હજીરા ચોકડી પાસે સાંતમ ઇલેવન કોમ્પલેસ આગળથી ચોરી કરી હોવાની કબૂલાત કરી પોલીસે વધુ પૂછપરછ કરતા ઉપરોક્ત આરોપી.

અને તેના મિત્રે મોડાસા શહેર તેમજ આસપાસના વિસ્તાર અને ગાંભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હોટલ આગળથી ચોરી કરી હોવાની કબુલાત કરી એસપી મનોહરસિંહ જાડેજા અને એલસીબી પીઆઇ ઝાલાએ જણાવ્યું ઝડપાયેલો આરોપી અને તેનો મિત્ર બંને ચોરેલી બાઇકો માત્ર ત્રણથી ચાર હજાર રૂપિયામાં રાજસ્થાનમાં વેચી મારતા અને તે પૈસા વપરાઈ જાય એટલે તે ફરી ચોરીને અંજામ આપતા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0