મહેસાણા દેદીયાસણ શ્રીફળ બંગ્લોઝમાં પડેલી કારમાંથી વિદેશી દારૂ સહિત એલસીબીએ 6 લાખનો મુદ્દામાલ સાથે 1 શખ્સને દબુચ્યો

શેર કરવા અહીં ક્લિક કરો.

— મહેસાણા તાલુકા પોલીસે ચાર શખ્સો સામે પ્રોહિ એક્ટ અંતર્ગત ગુનો નોંધ્યોં  : એક શખ્સને ઝડપી પાડ્યોં

ગરવી તાકાત મહેસાણા :  મહેસાણાના બાલાજીનગર પાસે શ્રીફળ બંગ્લોઝમાં મુકવામાં આવેલી કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલો હોવાની બાતમી મહેસાણા એલસીબીને ખાનગી રાહે મળી હતી જેના આધારે રેઇડ કરતાં ઘટના સ્થળ પરથી એલસીબીએ વિદેશી દારૂ, કાર સહિત ૬,૦૧,૫૨૦નો મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી તાલુકા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મહેસાણા જિલ્લામાં ચાલતી અસામાજિક પ્રવૃતિઓને ડામવા એલસીબીપીઆઇ જે.પી.રાવે આપેલી સૂચના મુજબ એલસીબી પીએસઆઇ એમ.ડી.ડાભી, એએસઆઇ દિનેશભાઇ, કેસરીસિંહ, પિયુષભાઇ, શૈલેષકુમાર, રમેશભાઇ, નિલેશકુમાર, સહિતનો સ્ટાફ એલસીબી ઓફિસમાં હાજર હતા તે દરમિયાન એએસઆઇ દિનેશભાઇ તથા ડાહ્યાભાઇને ખાનગી બાતમી મળી હતી કે, ઝાલા સની છત્રસિંહ તથા ચેહરસિંહ ઉર્ફે અજય પૃથ્વીસિંહ તથા વિજયસિંહ કનુભા ઝાલા રહે. તમામ સદુથલા તા. બહુચરાજીવાળા ભેગા મળી વિદેશી દારૂનો દેદીયાસણ જીઆઇડીસી ખાતે વેપાર કરે છે અને તેઓએ વિદેશી દારૂનો જથ્થો બહારથી લાવી સોલંકી જયદિપસિંહ બાલસિંહ રહે. બાલાજીનગર શ્રીફળ બંગ્લોઝની પાછળ, મહેસાણાવાળાના ઘરે બલેનો કારમાં મુકી સંતાડી રાખ્યો છે.

જે બાતમીના આધારે ઘટના સ્થળ પર રેઇડ કરતાં બલેનો કારમાંથી જીજે૦૨ડીએમ-૬૨૬૫માં ભારતીય બનાવટનો વિદેશી દારૂની પેટી નંગ ૧પ તથા છૂટી બોટલ નંગ ૧૦ મળી અલગ અલગ માર્કાની શીલબંધ બોટલ નંગ ૨૫૦ જેની કિંમત રૂા. ૯૬,૫૨૦ તથા બલેનો કાર કિંમત પ લાખ તથા મોબાઇલ સહિતનો મુદ્દામાલ મળી કુલ રૂા. ૬,૦૧,૫૨૦નો મુદ્દામાલ ઝડપી પાડી ઝાલા સની છત્રસિંહ તથા અજય પૃથ્વીસિંહ, વિજયસિંહ કનુભા ઝાલા તમામ રહે. સદુથલાવાળા વિરુદ્ધ પ્રોહિ.એક્ટ અંતર્ગત ગુનો નોંધી તાલુકા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ રેઇડ દરમિયાન પોલીસે સોલંકી જયદિપસિંહ બાલાસિંહને ઝડપી પાડ્યો હતો જ્યારે અન્ય ત્રણ શખ્સોને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.