લાંઘણજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી નંદાસણનો ઇસમ કારની ચોરી કરી ગયો હતો
ગરવી તાકાત, મહેસાણા તા. 17 – લાંઘણજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કેટલાક કલાકો અગાઉ અમદાવાદનું પાર્સિગ ધરાવતી ઝેન કારની ચોરીની ફરિયાદ નોંધાવા પામી હતી. જે કાર ચોરી કરનાર આરોપીને ચોરીની કાર સાથે લાંઘણજ પોલીસે ગણતરીના સમયમાં ઝડપી પાડી વાહનચોરીનો ભેદ ઉકેલી દીધો હતો.
મહેસાણા જિલ્લામાં વાહનચોરી, ઘરફોડ ચોરી સહિત અનેક અસામાજિક પ્રવૃતિઓમાં સંકળાયેલા તેમજ વિવિધ ગુનાઓ આચરી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવાના મહેસાણા જિલ્લા પોલીસવડા તરૂણ દુગ્ગલે આપેલા આદેશ મુજબ નાયબ પોલીસ અધિક્ષક મિલાપ પટેલના માર્ગદર્શન મુજબ લાંઘણજ ઇન્ચાર્જ પી.આઇ જે.પી. સોલંકી તથા લાંઘણજ પીઆઇ ટી.જે.દેસાઇના નેતૃત્વમાં હેકો. રાજેન્દ્રસિંહ, અપોકો. મહેન્દ્રસિંહને ખાનગી રાહે બાતમી મળી હતી કે ચોરીમાં ગયેલ ઝેન કાર નં. જીજે01-એચએફ-2034ની સાથે આરોપી કાસીમભાઇ કમરૂદીન પઠાણ રહે. નંદાસણ, મહેમુદા પાર્ક, કડી નંદાસણ રોડ, વાળાને ઝડપી પાડી 45 હજારની કિંમતની કાર સાથે આરોપીને ઝડપી પાડ્યો હતો.