લાંઘણજ પોલીસે આજે ફરીથી ભાસરીયા સર્કલ પાસે કારમાંથી ૧.૧૮ લાખનો દારૂ ઝડપ્યોં

February 10, 2023

કારને અટકાવતાં કાર મુકી ચાલક ભાગી જતાં પોલીસે ૬.૧૮ લાખનો મુદ્દામાલ પકડ્યોં

ગરવી તાકાત, મહેસાણા તા. 10 – મહેસાણા જિલ્લા પોલીસ તંત્ર જાણે પરપ્રાંતિય વિદેશી દારૂની બદ્દીને ડામવા કમરકસી છે જેને લઇને મહેસાણા જિલ્લામાંથી રોજબરોજ પરપ્રાંતિય વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવી રહ્યો છે જેમાં લાઘણજ પોલીસે આજે ફરીથી વિદેશી દારૂનો જથ્થો ભરીને અમદાવાદ તરફ જઇ રહેલી ડસ્ટર કારને ભાસરીયા ચોકડી પાસે કોર્ડન કરવાની કોશિશ દરમિયાન ચાલક દારૂ ભરેલી કાર મુકી ભાગી છૂટ્યોં હતો. લાંઘણજ પોલીસે કારમાં તપાસ કરતાં દારુની પેટીઓ તથા બિયરના ટીન મળી કુલ રૂા. ૬.૧૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

લાંઘણજ પીએસઆઇ આર.જી.ચૌધરી તથા તેમની ટીમના પરેશકુમાર, વિજયસિંહ, રણજીતસિંહ, ફુલાભાઇ, નરેન્દ્રસિંહ, તરુણસિંહ સહિતનો સ્ટાફના માણસોે પોલીસ મથકે હતા તે દરમિયાન રણજીતસિંહ તથા તરુણસિંહને સંયુક્ત બાતમી મળી હતી કે મહેસાણા તરફથી સફેદ કલરની રેનોલ્ટ ડસ્ટર કાર નંબર જીજે૦૧-આરડી-૭૯૦૯માં વિદેશી દારૂ ભરેલ છે જે અમદાવાદ તરફ આવનાર છે જેને પગલે લાંઘણજ પોલીસની ટીમે ગત રોજની જેમ આજે પણ ભાસરીયા સર્કલ પાસે વોંચ ગોઠવી દીધી હતી.

દરમિયાન ઉપરોક્ત બાતમીવાળી કાર આવતાં તેને અટકાવવાનો પ્રયાસ કરતાં ચાલક કાર મુકી ઘટના સ્થળેથી ભાગી છૂટ્યોં હતો. જ્યારે પોલીસે કારમાં તપાસ કરતાં તેમાથી ભારતીય બનાવટની ૬૬૦ નંગ બોટલ તથા ૩૧૨ બિયર મળી આવી હતી. લાંઘણજ પોલીસે વિદેશી દારૂનો જથ્થો તેમજ કાર મળી કુલ રૂા. ૬,૧૮,૮૦૦નો મુદ્દામાલ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0