પ્રોહિબીશનના ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી પોલીસને ચકમો આપી નાસતો ફરતો હતો
ગરવી તાકાત, મહેસાણા તા. 28 – લાંઘણજ પોલીસ સ્ટેશનના પીએસઆઇ સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે પ્રોહિબીશનના ગુનામાં પાંચ વર્ષથી ફરાર આરોપીને જગુદન સર્કલ પાસેથી દબોચી લીધો હતો. 
લાંઘણજ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.જી.ચૌધરી હે.કો. પરેશકુમાર, રણજીતસિંહ, નરેન્દ્રસિંહ, નિખીલસિંહ સહિત પોલીસ સ્ટાફના માણસો લાંઘણજ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, છેલ્લા પાંચ વર્ષથી પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ડામોર અમરતભાઇ શાન્તીલાલ રહે. મંગલી ફલા સુખાપાડા તા. ખેરવાડાવાળો શખ્સ જગુદન ચોકડી ઉભો છે. જે બાતમીના આધારે ઘટના સ્થળ પર પહોંચી આરોપીને પકડી પુછપરછ કરતાં પ્રોહિબીશનના ગુનામાં ફરાર હોવાની કુબુલાત કરતાં લાંઘણજ પોલીસે પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


